વિશેષ:RTOએ વર્ષમાં પોણા ત્રણ કરોડનો દંડ વસૂલ્યો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નવા વર્ષે સુરક્ષાનાં કાયદાઓ પર આકરું વલણ અપનાવાશે, ઇલે. વાહનો પર સબસિડી આપવાની તૈયારી

ભાવનગર આર.ટી. ઓ કચેરી દ્વારા વાહન ચલવતા લોકોની સુરક્ષા પ્રત્યેનું ધ્યાન રાખીને કડક વલણ આપવાનવવામાં આવે છે. છેલ્લા એક વર્ષ ની વાત કરી એ તો આર.ટી. ઓ કચેરી ભાવનગર દ્વારા અંદાજે પોણા ત્રણ કરોડ ની દંડ વસૂલી કરવામાં આવી છે. આ દંડ માં લાયસન્સ ન હોવાથી લઈને સીટ બેલ્ટ કે હેલ્મેટ માટેના દંડ નો પણ સમાવેશ થાય છે. આવતા વર્ષથી આર. ટી. ઓ ની મોટાભાગ ની કામગીરી ફેસલેસ કરવામાં આવવાની છે. ઈ.કે. વાય.સી નાં લીધે લોકોને આર.ટી. ઓ આવવાના ધક્કા નહિ ખાવા પડે જેથી સમયની પણ બચત થશે.

આર.ટી.ઓ કચેરી દ્વારા 35,637 લાઇસન્સ પણ ઇસ્યુ કરવામાં આવ્યા છે. હાલમાં આર.ટી. ઓ ખાતે એક દિવસ માં 300 લોકોની અપોઇન્ટમેન્ટ લિમિટ રાખવામાં આવી છે. જેમાંથી અંદાજે 230 જેટલા લોકો રોજિંદા આવતા હોય છે. આ લાયસન્સ માંથી 26,727 નવા ઇસ્યુ કરવામાં આવે છે જ્યારે બાકીના રીન્યુ કરવામાં આવે છે. આર.ટી. ઓ કચેરી દ્વારા 7600 વ્યક્તિઓ પાસેથી આખા વર્ષમાં 2 કરોડ 76 લાખ 23 હજાર 650 જેટલો દંડ વસૂલવામાં આવ્યો છે. આર.ટી. ઓ કચેરી દ્વારા વધુમાં વધુ લોકો ઇલેક્ટ્રિક વ્હિકલ તરફ વળે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

આધાર કાર્ડ પરથી ઇ કે.સી. કરાવવાના લીધે લોકોએ વાહન બીજાને વેચવામાં, સરનામા માં ફેરફાર, ડુપ્લીકેટ આર.સી, નવી પરમીટ કે રીન્યુ લ માટે, ડુપ્લીકેટ લાયસન્સ, ઇન્ટરનેશનલ ડ્રાઈવિંગ પરમીટ લાયસન્સ નું રિપ્લેસમેન્ટ વગેરે માટે કચેરીએ જવું નહિ પડે.

ભાવેણાવાસીએ કામગીરી માટે કચેરીએ નહિ આવવું પડે
આ વર્ષે આર.ટી. ઓ કચેરી દ્વારા વધુમાં વધુ લોકો નિયમો નું પાલન કરે તેની સાથે ભાવનગરવાસીઓ ને દરેક કામગીરી માટે આર.ટી. ઓ કચેરી આવવું પડે તેવી પણ વ્યવસ્થા થશે. આધાર કાર્ડ સાથે એડ્રેસ અને અન્ય પ્રૂફ લિંક કરી દેવામાં આવશે જેથી ફેસ્લેસ કામગીરી કરી શકાય. ઉપરાંત ઇલેક્ટ્રિક વાહન ખરીદતા લોકોને સબસિડી પણ મળવાપાત્ર હોય છે. આ તમામ ફાયદાઓ ગ્રાહકોને મળે તેવા પ્રયત્નો કરવામાં આવશે. - દિલીપ યાદવ, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભાવનગર

ઓનલાઈન ઈ.કે.વાય.સી. કેવી રીતે કરવું
કે.વાય.સી કરવા માટે www.parivahan.gov.in પર જાઓ. ત્યાં ઓનલાઈન સર્વિસ માં જઈને જે કામગીરી કરવી હોય તે સિલેક્ટ કરવી. ત્યારબાદ વિગતો ચકાસી લેવી. તે પછી જે સર્વિસ જોઈતી હોય તે સિલેક્ટ કરીને સબમિટ વિથ આધાર ઓથેન્ટી કેશન આપવું. તે પછી નંબર નાખી OTP લઈ લેવો. આધાર લિંક કરેલ મોબાઈલ નંબર નાખીને આધાર કાર્ડ ની વિગતો ચકાસી લેવી. તે પછી જે ફેસલેસ સર્વિસ મેળવવી હોય તેનું બટન સિલેક્ટ કરીને સ્વપ્રમાણીત દસ્તાવેજો, સહી અને ફોટો નાખી દેવા જેથી RTO જઈને કોઈ કામગીરી કરવાની રહેશે નહી.

અન્ય સમાચારો પણ છે...