અકસ્માત:ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં મકાનની છત ધરાશાયી, શ્રમજીવી ઈજા ગ્રસ્ત થયો

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મકાનમાં ચાલી રહેલ પાટીના કારખાનામાં કામ કરતો શ્રમિક ઘવાયો

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં માઢીયા રોડપર આવેલ એક રહેણાંકી જર્જરિત મકાનની છત ધરાશાયી થતાં મકાનમાં ચાલી રહેલ પાટીના કારખાનામાં કામ કરતો શ્રમિક ઘવાયો હતો. જેને 108 દ્વારા તત્કાળ સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ માઢીયા રોડ પર ઠક્કરબાપા સોસાયટીમાં સંજય મૂળજી પરમાર પ્લોટ નં-55 માં મકાન ધરાવે છે. આ મકાનમાં પ્લાસ્ટિકની દોરી, પાટી બનાવવાનું કારખાનું ચલાવે છે. આજે બપોરે આ જર્જરિત મકાનની છતનો કેટલોક ભાગ એકાએક ધડાકાભેર ધરાશાયી થયો હતો.

તેથી કારખાનામાં કામ કરતો બાબુ ખોડા કણબી નામનો શ્રમિક કાટમાળ તળે દબાઈ જતાં ગંભીર રીતે ઘવાયો હતો. આથી સ્થાનિકોએ તત્કાળ શ્રમિકને બહાર કાઢી 108 દ્વારા સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડ તથા પોલીસને થતાં કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ-કામગીરી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...