જાહેરનામુ:ફાગણ સુદ તેરસનાં મેળા અંતર્ગત પાલિતાણાના માર્ગોને વન વે કરાયા

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રાફીક નિયમન જાળવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામુ બહાર પાડયું
  • ​​​​​​યાત્રાધામ પાલિતાણામાં તા.4 તેમજ તા.5ના ફાગણ સુદ તેરસના મેળો યોજાનાર હોય વાહનોનો રહેશે ધસારો

પાલિતાણા શહેરમાં આગામી તા.4-3-23 તથા તા.5-3-23ના જૈન ફાગણ સુદ તેરસના મેળો યોજાનાર હોય જેમાં વાહનો મોટી સંખ્યામાં આવતા હોય છે. જેથી વાહન વ્યવહાર સ્થગિત ન થાય તેમજ અકસ્માત નિવારી શકાય તે માટે ટ્રાફીક નિયમન કરવાનું જરૂરી જણાતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પાલિતાણા શહેરમાં આવેલ રસ્તાઓને તા.3-3-23 થી તા.5-3-23 સુધી એકમાર્ગીય રસ્તો જાહેર કરવામાં આવેલ છે.

જેમાં ભાવનગર થી પાલિતાણા, ગારીયાધાર, ઘેટી, આદપુર તરફ જતા વાહનોને ભાવનગર રોડ રેલ્વે ક્રોસીંગથી જમણી બાજુ જતાં બાયપાસ રોડ થઇ, સરદારનગર ચોકડી થઇ, ગારીયાધાર રોડ ત્રણ રસ્તા થઇ સિંધી કેમ્પ મહાવીર પેટ્રોલ પંપ થઇને છેલ્લા ચકલા પાલિતાણા હાઇસ્કુલ પાર્કીંગ મેદાન સુધી, પાલિતાણા શહેરમાં પ્રવેશતા વાહનો માટે પાલિતાણા ભૈરવનાથ ચોકથી મહાવીર પેટ્રોલપંપ માનસિંહજી હોસ્પીટલ છેલ્લા ચકલાથી પાલિતાણા હાઇસ્કુલ પાર્કીંગ મેદાન સુધી, પાલિતાણાથી આદપુર પાલમાં જવા માટે વાયા સર્વોદય સોસાયટી થઇ આદપુર પાલનાં સ્થળે, પાલિતાણા હાઇસ્કુલથી આરીસાભુવન સામે થઇ સાદડી ભુવન ધર્મશાળા સામે થઇ ભીલવાડા થઇ વણકરવાસ, લાવારીસ એસ.ટી.સ્ટેન્ડ, ઓવરબ્રીજ ઉપરથી થઇ સીધા જ બજરંગદાસ બાપા ચોકડી થઇને બહાર જવાનું રહેશે.

આદપુર પાલથી પરત આવવા માટે વાયા કંઝરડા ગામની ચોકડીથી ઘેટી રોડ થઇ ગારિયાધાર રોડ ઉપર પરત, પાલિતાણા હાઇસ્કુલથી છેલ્લા ચકલા સુધી કોઇ વાહન પાછું આવી શકશે નહિં કે પાર્ક કરી શકશે નહી.

અન્ય સમાચારો પણ છે...