ભાવનગર-સોમનાથ ફોર ટ્રેક નેશનલ હાઇ-વેનું કામ ચાલી રહ્યું છેે, પરંતુ ત્રાપજ નજીક બાયપાસ પૂલથી નીચેના ભાગથી અલંગ સુધીનો રસ્તો તદ્દન બિસ્માર હાલતમાં ગરકાવ થઇ ગયો છે. અંડરપાસથી ત્રાપજ ચોકડી સુધી તો રસ્તાનું નામ નીશાન રહ્યું નથી અને દૈનિક ધોરણે વાહનોને નુકસાન, નાના-મોટા અકસ્માતોનો સામનો વાહન ચાલકોને કરવો પડી રહ્યો છે.
ત્રાપજ નજીકના બિસ્માર રસ્તાની મરામત કરાવવા અંગે નેશનલ હાઇ-વે ઓથોરિટીને અનેક વખત શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ઇન્ડીયા) દ્વારા પત્રો લખવામાં આવ્યા છે, છતા તંત્ર દ્વારા તેના પર ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. છેલ્લા 1 વર્ષથી આ રસ્તો તૂટીને અસ્તિત્વ ગુમાવી ચૂક્યો છે, અને ચોમાસાના વરસાદને કારણે પરિસ્થિતિ વધુ વણસી છે. પરંતુ તંત્ર દ્વારા માર્ગ મરામત કરાવવાની દિશામાં કોઇ ધ્યાન અપાતુ નથી. ખાસ કરીને ચોમાસાના સમયમાં બિસ્માર રસ્તાને લીધે હાડમારી ભોગવવી પડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.