સમસ્યા:ગુંદરણાથી લોંગડીનો માર્ગ વાહન ચાલકો માટે ત્રાહિમામ

ગુંદરણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસ્તો મંજુર છતાં હજુ સુધી કામ શરૂ કરવામાં આવતુ નથી
  • બિસ્માર માર્ગ પાંચ ગામોના પરિવહન માટે અત્યંત ઉપયોગી હોય તાકીદે મરામત કરવા માંગ

મહુવા તાલુકાના ગુંદરણા થી લોંગડી સુધીનો માર્ગ સાવ બિસ્માર હાલતમા છે. ગુંદરણા, કસાણ, માલપરા ,કુંભારીયા, સાલોલી, તથા વગેરે ગામોને તાલુકા મથકે જવા માટે રસ્તા ઉપરથી પસાર થવું પડે છે અત્યારે આ રસ્તા ઉપર રોડ સાવ ઉખડી ગયેલ છે આથી આ રસ્તા ઉપર વાહન સ્લીપ થવાનો ભય રહે છે.

ગુંદરના થી લોંગડી સુધીના રસ્તા ઉપર થી ઈમરજન્સી દવાખાને જવા માટે પણ મુશ્કેલી સર્જાય છે. આ રસ્તા ઉપર એક - એક ફૂટના ખાડા પડી ગયા છે આથી અકસ્માત સર્જાવાનો ભય રહે છે તેમજ આ રસ્તા ઉપર મોટા મોટા બાવળોના ઝૂંડ જામ્યા છે વળાંકમાં કોઈ વાહન આવતું હોય તો પણ દેખાય તેમ નથી આથી બાવળોના ઝૂંડ હટાવવા અતિ જરૂરિયાત છે ગુંદરણા થી લોંગડી સુધીનો રસ્તો મંજુર થઇ ગયેલ છે છતાં હજુ સુધી કામ શરૂ કરવામાં આવેલ નથી શું તંત્ર અકસ્માતની રહે છે? આ રસ્તાની મરામતનું કામ વહેલી તકે થાય તેવી તેવી પાંચ ગામના લોકોની માંગ છે.

આ પંથકમાં પ્રસિદ્ધ યાત્રાધામો આવેલા છે જેમાં બગદાણા બજરંગદાસ બાપાનું ધામ તથા માંગલધામ આવેલું છે આથી આ રસ્તો 24 કલાક શરૂ રહે છે આથી બહારથી આવતા યાત્રાળુઓ ખરાબ રસ્તાને કારણે તોબા પોકારી જાય છે આ ઉપરાંત આ રસ્તો ગુંદરણા કસાણ, માલપરા, સાલોલી, સમઢીયાળા પટ્ટી ,બોરલા, ધરાઇ, ભગુડા ગામોને તાલુકા મથકે જોડતો આ રસ્તો છે.

અન્ય સમાચારો પણ છે...