હાલાકી:દિહોરથી વરલ સુધીનો માર્ગ વર્ષોથી સીંગલપટ્ટી જ રહયો: સેવાતુ દુર્લક્ષ

દિહોર9 દિવસ પહેલા
  • કૉપી લિંક

તળાજા તાલુકાના દિહોરથી વરલ ગામ સુધીનો રોડ વર્ષોથી સીંગલપટ્ટી જ રહયો છે.દિહોરને સિહોર સુધી આ એક માત્ર રસ્તો સીંગલપટ્ટી હોવાથી વાહન ચાલકો હાડમારી ભોગવી રહયાં છે.અનેક ગામો માટે ઉપયોગી આ રોડને ડબલપટ્ટી બનાવવા અનેક વખત રજુઆતો કરવા છતાં ડબલપટ્ટી બનાવવામાં આવતો નથી.

અલંગ,દિહોર,સિહોર થઇને ભારે વાહનો રાજકોટ,અમદાવાદ અને અન્ય શહેરો તરફ જાય છે.વરલ રોડ પર ખુબજ ટ્રાફિક રહે છે.દિહોરથી રાજપરા તરફ અને ભદ્રાવળ તરફનો માર્ગ ડબલપટ્ટી બનાવવામાં આવ્યો છે પરંતું વરલ તરફનો રોડ ડબલપટ્ટી થતો નથી.દિહોર ગામની નેતાગીરી નબળી છે કે પછી તાલુકા-જિલ્લાના પદાધિકારીઓને રસ નથી એવો લોકો પ્રશ્ન કરી રહયાં છે.

અન્ય સમાચારો પણ છે...