ભાવનગર શહેરના ચિત્રા-સિદસર રોડપર સતનામ ચોકથી ફૂલસર ગામ તથા કર્મચારીનગરને જોડતા માર્ગ પરનો વિસ્તાર શહેરી હદમાં ભળ્યાં બાદ ડામર રોડ નિર્માણનું મહૂર્ત આવ્યું છે પરંતુ આ રોડ નિર્માણની કામગીરી અસહ્ય વિલંબ અને યોગ્ય આયોજન વિના થતાં સ્થાનિકોમા ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. તેમજ જીઈબી અને મનપા વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો હતો. ચિત્રા-સિદસર રોડપર સતનામ ચોકથી ફૂલસરને જોડતો રસ્તો તો બની ગયો છે. પણ રસ્તા પરના વીજપોલ દૂર કરવાનું ભુલાી ગયું હોય તેવું જોવા મળ્યું છે. ત્યારે આ રોડ પર અકસ્માત થશે તો તે માટે કોણ જવાબદાર? તેવા સવાલો ઉભા થયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.