તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:ફ્લાયઓવરના કામમાં રસ્તો સાંકડો બન્યો, ટ્રાફિક સમસ્યા

ભાવનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હાદાનગરવાળા રોડને પણ ખુલ્લા કરવા માંગ

ભાવનગર રાજકોટ રોડ પર હાલમાં ચાલી રહેલા ફ્લાયઓવરના કામમાં વચ્ચે આવતી રેલવેની જગ્યાને કારણે રસ્તો સાવ સાંકડો થઇ ગયો હોવાથી ટ્રાફિકનો મોટો પ્રશ્ન ઉભો થયો છે, જેના નિરાકરણ માટે આજે સાંસદ, મેયર સહિતનાએ રેલવેના જનરલ મેનેજર સહિતનાને મળી રસ્તાની બંને સાઇડ રેલવેની સાત-સાત મીટર જગ્યા કામચલાઉ ધોરણે ડાઇવર્ઝન માટે આપવા માગણી કરી હતી.

શહેરના પ્રવેશદ્વાર સમા ભાવનગર રાજકોટ રોડ પર હાલમાં ઓવરબ્રિજનું કામ શરૂ છે. ઓવરબ્રિજનું કામ લાંબા સમય સુધી ચાલશે. પરંતુ હાલમાં ઓવરબ્રિજના કામ વચ્ચે આવતી રેલવેની જગ્યાને કારણે રસ્તો સાવ સાંકડો થઇ ગયો છે. જેથી લાખો વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાડમારી ભોગવવી પડે છે. ઘણીવાર તો સાંકડા રસ્તાને કારણે ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ પણ ફસાઇ જવાના કિસ્સાઓ બને છે. જેથી આજે સાંસદ ભારતીબેન શિયાળની સાથે મેયર કીર્તિબેન દાણીધારીયા અને નગરસેવક ઉપેન્દ્રસિંહ ચુડાસમા, બાબુભાઈ મેરએ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અને ડિવિઝનલ મેનેજરને મળી રેલવેની બંને તરફની સાત-સાત મીટર જગ્યા ડાયવર્ઝનના ઉપયોગ માટે કામચલાઉ ધોરણે આપવા રજૂઆત કરી હતી.

જે બાબતે રેલવેના સત્તાધીશો દ્વારા કોર્પોરેશન અને રેલવેના અધિકારીઓ રૂબરૂ સ્થળ પર જઈ કેટલી જગ્યા મળી શકે છે તે નક્કી કરી આગામી દિવસોમાં નિર્ણય કરવા પણ હકારાત્મક અભિગમ દાખવ્યો હતો. તદુપરાંત કુંભારવાડા અને હાદાનગર વિસ્તારના લોકોને ભાવનગર પરા રેલવે સ્ટેશન જવા માટેના બંને રોડ રેલવે દ્વારા બંધ કરાયેલ છે જેને પણ ખુલ્લા કરવા રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો