તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શરૂઆત:હવે ઘોઘાથી મુંબઈ સુધી રો-પેક્સ ફેરી સર્વિસ શરૂ કરવામાં આવશે, હજીરા-પિપાવાવ, મુંબઇના રૂટ માટેનો સર્વે કરાશે

ભાવનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 21000 કિ.મી. લાંબા વોટરવેઝને જોડવા માટે સરકાર પ્રયત્નશીલ હોવાનું વડાપ્રધાને કહેલું

ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસ શરૂ કરાયા બાદ હવે ઘોઘા-મુંબઇ વચ્ચે રો-પેક્સ ફેરી સર્વિસ શરૂ કરવા માટેની વિચારણાઓ શરૂ થઇ ચૂકી છે. ઘોઘા-હજીરા-મુંબઇ રો-પેક્સ ફેરી ચલાવવાની દિશામાં કામ ચાલુ છે, અને ઘોઘા-હજીરા ખાતે રો-પેક્સ સર્વિસ અંગેનું ઇન્ફ્રાસ્ટ્રકચર ઉપલબ્ધ છે. મુંબઇમાં કામગીરી ચાલુ છે.ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસની શરૂઆત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતુકે, દેશમાં ઉપલબ્ધ 21000 કિ.મી. લાંબા વોટરવેઝને જોડવા માટે અમારી સરકાર સતત પ્રયત્નશીલ છે. ગુજરાતના 1600 કિ.મી. લાંબા દરિયા કિનારાને કઇ રીતે જોડી શકાય, કઇ રીતે સડક માર્ગના અંતરને ઓછું કરી જળમાર્ગ સાથે જોડી શકાય તે દિશામાં કામગીરી કરવામાં સરકાર આગળ ધપી રહી છે. ગત વર્ષે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હજીરા-મુંબઇ ફેરી સર્વિસ માટે મંજૂરીની મહોર મારી હતી. ઘોઘા-દહેજ વચ્ચે મોટું જહાજ ચલાવવાની શક્યતા ઓછી હોવાથી આ રૂટમાં નાની પેસેન્જર બોટ ચલાવવાની દિશામાં સરકાર કામ કરી રહી છે.

ટુંક સમયમાં ઘોઘા-દહેજ વચ્ચે 70 પેસેન્જર માટેની ફેરી સેવા શરૂ કરવામાં આવનાર છે. દહેજ ખાતે મોટા જહાજ માટે મુશ્કેલી સર્જાઇ શકે છે, પરંતુ નાની પેસેન્જર બોટ આસાનીથી દહેજમાં ચાલી શકે તેમ છે.ઘોઘા-મુંબઇ રો-પેક્સ ફેરી સર્વિસ શરૂ થવાથી ભાવનગરથી મુંબઇ વચ્ચે વધુ એક કનેક્ટિવિટી પ્રાપ્ત થશે. ભાવનગર-મુંબઇ વચ્ચે રેલ, સડક અને હવાઇ કનેક્ટિવિટી છે, હવે જળમાર્ગથી આ બંને શહેરોને જોડવા માટેનો સર્વે કરવામાં આવી રહ્યો છે. હજીરા-મુંબઇ વચ્ચે શરૂ કરવામાં આવનાર ફેરીને ઘોઘા-હજીરા-મુંબઇ રૂટમાં તબદીલ કરવા માટે યોજના ચાલી રહી છે. ભાવનગર જિલ્લાના વિકાસ માટે મુંબઇ સુધીનો જળમાર્ગ વધુ ઉપયોગી સાબિત થઇ શકે છે. કેન્દ્ર સરકારમાં શિપિંગ મંત્રી તરીકે સ્વતંત્ર હવાલો સંભાળી રહેલા મનસુખભાઇ માંડવીયા દેશમાં શિપિંગ વ્યવસાય, જળમાર્ગના ડેવલોપમેન્ટ માટે સતત કાર્યશીલ છે.

હયાત ઇન્ફ્રાસ્ટ્રકચરનો ફાયદો મળી શકે છે
ઘોઘા અને હજીરા ખાતે રો-પેક્સ ફેરી સર્વિસ માટે ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર છે, પિપાવાવ ખાતે પોર્ટ ચાલુ છે, મુંબઇમાં પણ પોર્ટ ધમધમે છે. પિપાવાવ અને મુંબઇ ખાતેના પોર્ટમાં મામુલી ફેરફાર થકી પણ રો-પેક્સ સેવા આસાનીથી શરૂ થઇ શકે છે. મુંબઇ જવાહરલાલ નહેરૂ પોર્ટ ટ્રસ્ટ ખાતે રો-પેક્સ ટર્મિનલની વ્યવસ્થા કરાઈ રહી છે, ટુંક સમયમાં તૈયાર થઇ જશે.

જાફરાબાદના સીમેન્ટ ઉદ્યોગને મળશે ફાયદો
હજીરા-પિપાવાવ અને ઘોઘા-મુંબઇ રો-પેક્સ ફેરી સર્વિસ શરૂ થવાથી જાફરાબાદ, કોડીનારમાં આવેલા સિમેન્ટ ઉદ્યોગને પણ ફાયદો થઇ શકે છે. જાફરાબાદ-કોડીનારની સીમેન્ટ સડકમાર્ગે દક્ષિણ ગુજરાત જાય છે, તે રો-પેક્સ ફેરી સર્વિસ શરૂ થવાથી જળમાર્ગે પણ મોકલી શકાશે.

દેશના જળમાર્ગો જોડવા સરકાર પ્રવૃત્ત
ઘોઘા-હજીરા ફેરી સર્વિસ શરૂ થઇ ચૂકી છે. દેશના જળમાર્ગોનો મહત્તમ ઉપયોગ કરી અને સડકમાર્ગનું ભારણ ઘટાડવાની દિશામાં કામગીરી થઇ રહી છે. સરકાર દ્વારા દેશના જળમાર્ગોને જોડવા માટેની કામગીરી ચાલુ છે. - મનસુખભાઈ માંડવીયા, કેન્દ્રીય મંત્રી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો