તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોવિડ વેક્સિનેશન:કોરોનામાં લોકોની બેદરકારીથી ઉછાળો રસીકરણ માટે જનજાગૃતિ વધી

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં નવા 38 પોઝિટિવ કેસ 251 એક્ટિવ કેસ નોંધાયા

આજે શહેરમાં 27 અને તાલુકા-ગ્રામ્ય કક્ષાએ 11 મળી એક જ દિવસમાં કોરોના પોઝિટિવના કુલ 38 કેસ નોંધાયા હતા. જ્યારે આજ સુધીમાં સમગ્ર જિલ્લામાં કુલ કેસની સંખ્યા 6642 થઇ ગઇ છે અને તેની સામે આજ સુધીમાં 6322 દર્દીઓ કોરોનામુક્ત થતા સમગ્ર જિલ્લામાં કોરોનામાં રિકવરી રેઇટ ઘટીને 95.18 ટકા થઇ ગયો છે. ભાવનગર શહેરમાં 190 અને તાલુકા-ગ્રામ્ય કક્ષાએ 61 મળી કુલ 251 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે.

તા. 1 એપ્રિલ સુધીમાં 45 થી 60 વર્ષ નાં ગંભીર રોગો ધરાવતા અને 60 થી વધુ વર્ષ નાં અંદાજે 1 લાખ 41 હજાર જેટલા લોકોની રસીકરણ નો ટાર્ગેટ પૂરો કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે. આ પ્રયત્નો નાં ભાગ રૂપે શહેરમાં 25 હજાર જેટલા વ્યક્તિઓ નું રસીકરણ કરવામાં આવ્યું છે. તા. 24 માર્ચ નાં રોજ કુલ 20 સરકારી અને 5 ખાનગી રસીકરણ કેન્દ્ર ખાતે 60 વર્ષ થી ઉપરના 1207 નાગરિકો અને 45-59 વર્ષ ના કોમોરબીડીટી ધરાવતા 1348 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું. અત્યાર સુધી શહેરમાં કુલ 60 વર્ષ થી ઉપરના 19847 લોકો અને 45-60 વર્ષ ના કોમોરબીડીટી ધરાવતા 5109નું રસીકરણ કરાયું છે.

શહેરમાં 13 વોર્ડમાં 13 કાયમી કેન્દ્રો
ભાવનગર શહેરમાં 13 વોર્ડમાં 13 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રોજ કોરોના રસીકરણ થાય છે. જેમાં સમય સવારે 9થી બપોરના 1 અને બપોરે 3થી સાંજના 6 વાગ્યાનો હોય છે. જે આરોગ્ય કેન્દ્ર કાયમી છે તેમાં મ્યુ. શોપિંગ સેન્ટર, પહલા માળે, સુભાષનગર. આખલોલ જકાતનાકા, ચિત્રા-ફુલસર. ભરતનગર, મારૂતિ આરોગ્યધામ, 12 નંબર બસ સ્ટેન્ડ પાછળ. કુંભારવાડા, નારી રોડ, એસબીઆઇની સામે. વડવા વોશિંગઘાટ, વિકાસ વર્તુળ ટ્રસ્ટની નીચે, ગંગાજળીયા તળાવ. કરચલીયા પરા, વાલ્કેટ ગેઇટ પોલીસ સ્ટેશન પાસે. બોરતળાવ સરિતા સોસાયટી. જ્વેલ્સ સર્કલ, મલ્હાર ઢોસાવાળો ખાંચો, સરદાર સોસાયટી, આશાપુરા પાનની સામે. આનંદનગર, ઇએસઆઇ હોસ્પિટલ પાસે, પોસ્ટ ઓફિસ સામે, રામાપીરના મંદિર પાછળ. શિવાજી સર્કલ, અર્બન હેલ્થ સેન્ટર, તરસમીયા, ખોડલ કૃપા, ડાયમંડ મિલ સામે. કાળીાયબીડ, પ્લોટ નં.43, શાંતિનગર-2, ભગવતી સર્કલ, સિદ્ધિ વિનાયકની શેરી. હલુરિયા ચોક, સોની જ્ઞાતિની વાડી, ભીલવાડા અને કુંભારવાડા નારી રોડ (ન્યુ) ખોડલ ચોક.

રસીકરણ અંગે લોકોના સવાલ, ડોક્ટરનો જવાબ
> વેક્સિન બે ડોઝમાં જ કેમ મુકવાનું નક્કી કરાયું છે?
Á
પહેલો ડોઝ ઇમ્યુનિટી ક્રિએટ કરી રોગપ્રતિકારક ક્ષમતા વધારશે. જ્યારે બીજા ડોઝ આ ક્ષમતાને લાંબા સમય સુધી ટકાવી રાખશે.

> શું દર વર્ષે વેક્સિન લેવી પડશે?
Á
વાઇરસ આગળ કેવી રીતે ચેન્જ થાય છે? સાથે જ વેક્સિનેશન પછી ડેવલપ થયેલી ઇમ્યુનિટી ક્યાં સુધી ટકે છે? તે આધારે જ નક્કી થશે.

> બે ડોઝ વચ્ચે કોરોના સંક્રમણ થઇ શકે છે?
Á
બે ડોઝ દરમિયાન સંક્રમણની શક્યતા સંભવ છે. બીજા ડોઝ પછી જ રસી 93 ટકા અસરકારક બનશે તેવું અભ્યાસમાં તારણ છે.

> એક વખત કોરોનાથી સાજા થયાં બાદ પણ વેક્સિનની જરૂર છે?
Á
માર્ચમાં જેમને કોરોના થયો હતો તેમને નવેમ્બરમાં પણ એન્ટિબોડી મળ્યું છે. જો કે 5ટકા એવા છે જેમાં સાજા થયા બાદ એન્ટિબોડી ડેવલપ થયું નથી.
(મ્યુ.આરોગ્ય અધિકારી ડો.આર.કે. સિન્હા સાથે થયેલી પ્રશ્નોત્તરી)

રસીકરણ કરાવો ત્યારે વેક્સિનેશન સેન્ટરમાં એક પછી એક છ સૌથી અગત્યના પગલા અંગે જાણો
1.પ્રથમ તબક્કામાં રસી લેવા આવતા લાભાર્થીની ભીડ ન થાય તેનું મેનેજમેન્ટ કરાશે અને દરેક લાભાર્થીને માસ્ક ચેક કરી સેનેટાઇઝ કરાવશે
2. બીજા તબક્કામાં આધાર સાથેના ફોટો આઇ ડી સાથે ચકાસીને વેઇટિંગ રૂમમાં બેસાડશે. સાથે લાભાર્થીનો મોબાઇલ નંબર લખાશે.
3. તૃતિય તબક્કામાં સ્ટાફ નર્સ દ્વારા કોવીડની રસી અપાશે. તેમાં રસીનું નામ પણ અપાશે જેથી બીજા તબક્કામાં પણ તે જ રસી લેવી તેની ખબર રહે.
4. લાભાર્થીને રસી લીધા બાદ નિરીક્ષણરૂમ ખાતે 30 મિનિટ સુધી બેસાડવામાં આવશે. રસીકરણ બાદ લાભાર્થીનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.
5. રસીકરણ બાદ તેનું પ્રમાણપત્ર કઇ રીતે ડાઉનલોડ કરવું તેનું માર્ગદર્શન તેમજ બીજા તબક્કાના રસીકરણ માટે ક્યારે આવવું તેની સૂચના અપાશે.
6.રસીકરણ બાદ તાવ, નબળાઈ કે હાથનો દુ:ખાવો કેટલાકને થાય તે સામાન્ય છે. જો કોઈ ગંભીર આડઅસર જણાય તો મેડિકલ ઓફિસરને તત્કાલ જાણ કરવી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો