તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:મ્યુકોરમાઇકોસિસ રોગ માટેના ઇન્જેકશનની ઉભી થયેલી અછત

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિતરણની યોગ્ય વ્યવસ્થા ગોઠવવા કેમિસ્ટ એસો.ની માંગ

કોવિડના દર્દીઓને મ્યુકોરમાઇકોસિસ રોગ થવાના કિસ્સાઓ છેલ્લાં થોડા સમયથી ભાવનગર જેવા શહેરમાં પણ મળતા થયા છે. આ રોગના દર્દીઓ પારાવાર મુશ્કેલીમાં મુકાઇ જાય છે. હાલ જિલ્લામાં અનેક દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ રોગની સારવાર છે પણ તે કોવિડની જેમ જ અત્યંત ખર્ચાળ છે. એમ્ફોટેરિસીન-બી ઇન્જેકશન આ રોગની સારવારમાં આપવામાં આવે છે. જો કે આ રોગમાં એક દર્દીને અંદાજે 120થી 150 ઇન્જેકશન (દરરોજના 6 દેખે) આપવાના હોય છે અને તેની હાલ અત્યંત અછત જોવા મળી રહી છે.

આ ઇન્જેકશનની જરૂરીયાત ન હોવાથી કંપની કે સ્ટોકિસ્ટ પાસે બહુ જ અલ્પ માત્રામાં સ્ટોક રાખવામાં આવતો ઉપરાંત અમુક કંપનીઓએ તો આ ઇન્જેકશન બનાવવવાનું જ બંધ કરી દીધું હતુ જેથી હાલના સમયમાં જ્યારે જરૂર પડી છે ત્યારે રેમડેસિવિર ઇન્જેકશનની જેમ બજારમાં અત્યંત અછત પ્રવર્તી રહી છે. વધુમાં સરકાર જે ઇન્જેકશન ખરીદવાનું શરૂ કરે ત્યારે 10 દિવસ એકદમ અછત ઉભી થાય છે. હાલ આ સ્થિતિ મ્યુકોરમાઇકોસિસ રોગ માટેના એમ્ફોટેરિસીન-બી ઇન્જેકશનમાટે ઉભી થઇ છે. સરકારે ખરીદી કરી અને હવે વ્યવસ્થિત રીતે હોસ્પિટલોમાં પુરવઠો પહોંચતો કરવા માંગે છે.

આ સંજોગોમાં જ્યાં સુધી સરકાર દ્વારા પૂર્ણપણે વ્યવસ્થા ન ગોઠવાય ત્યાં સુધી મેડિકલ સ્ટોર સુધી સપ્લાય 10 દિવસ સુધી વિતરણ માટે આપવી જોઇએ. જેથી તત્કાલ મુશ્કેલીનું નિવારણ થઇ શકે. આથી આગામી દસેક દિવસ સુધી આ ઇન્જેકશન મળી રહે તેવી અસરકારક વ્યવસ્થા ગોઠવવા ભાવનગર જિલ્લા કેમિસ્ટ એસો.ના પ્રમુખ પ્રદીપભાઇ મહેતાએ રજૂઆત કરી છે. જેથી દર્દીઓને તત્કાલ સારવાર મળે.

અન્ય સમાચારો પણ છે...