જવાબદારો સામે દંડની માંગ:યુનિવર્સિટી પરીક્ષાનો 3 માસથી વધુ સમય છતાં રિઝલ્ટ જાહેર નહીં

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોડું થયું હોય તેના જવાબદારો સામે દંડની માંગ
  • અંતિમ વર્ષના રિઝલ્ટના પ્રશ્ને વિદ્યાર્થીઓને સાથે રાખીને કોર્ટ સભ્ય બ્રિજરાજસિંહની રજૂઆત

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં 21 ફેબ્રુઆરી આજુબાજુ સેમેસ્ટર 3 અને 5 ની પરીક્ષાઓ યોજાઇ હતી જ્યારે 21 માર્ચ આજુબાજુ સેમેસ્ટર 2,4,6 ની બી.એસસી, બી.સી.એ, બી.એડ, બી.એ, બી.કોમ વગેરેની પરીક્ષાઓ લેવામાં આવી હતી. તેમાં આજની તારીખે 90 દિવસ કે તેથી વધુ દિવસોનો સમય ગાળો પૂર્ણ થઇ ગયો હોવા છતાં પણ બી.એસસી સેમેસ્ટર 6, બી.સી.એ સેમેસ્ટર 6 તથા બી.એડ સેમેસ્ટર 4 તથા અન્ય અંતિમ વર્ષના જે ખૂબ મહત્વના પરિણામો હોય છે તે જાહેર થયેલ નથી.

ભવિષ્યમાં અન્ય માસ્ટરના અભ્યાસક્રમમાં એડમિશન લેવા માટે અંતિમ વર્ષની પરીક્ષાનું પરિણામ ખૂબ જરૂરી હોય છે. અન્ય ઘણી યુનિવર્સિટીઓમાં ઘણા દિવસોથી માસ્ટર તથા બી.એડ માટેની એડમિશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે જેમાં એડમિશન લેવા માટે ફોર્મ ભરતા સમયે જ વિદ્યાર્થીને પોતાની અંતિમ વર્ષની ઓરિજનલ માર્કશીટ અપલોડ કરવાની કે રજૂ રાખવાની હોય છે.

કોર્ટ સભ્ય બ્રિજરાજસિંહ ગોહીલે જણાવ્યું હતું કે આ પરિણામ આપવામાં મોડું થયેલ છે તેની સામે દંડની વસુલાત કરવા તથા સર્વિસ બુકમાં નોંધ કરવા વિદ્યાર્થીઓ વતી ઉગ્ર માંગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...