શિક્ષણ:ધોરણ 12ની પૂરક પરીક્ષાનું આજે જાહેર કરાશે પરિણામ

ભાવનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સવારે 8 કલાકે ઓનલાઇન રિઝલ્ટ જાહેર થશે
  • ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં જિલ્લાના 2686 વિદ્યાર્થીઓનું રિઝલ્ટ જાહેર થશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત જુલાઇ માસમાં લેવાયેલી ધો.12 વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ તેમજ સંસ્કૃત મધ્યમાની પરીક્ષાનું પરિણામ આવતી કાલ તા.4 ઓગસ્ટને ગુરૂવારે સવારે 8 કલાકે બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જાહેર કરવામાં આવશે. ભાવનગર જિલ્લામાં ધો.12ના કુલ મળીને 2686 પરીક્ષાર્થીઓનું રિઝલ્ટ જાહેર કરવામા આવશે.

ભાવનગર જિલ્લામાં ધો.12 સાયન્સમાં કુલ 938 પરીક્ષાર્થીઓ હતા અને કુલ 3 સેન્ટરમાં 26 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવી હતી. જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહમાં ભાવનગર જિલ્લામાં કુલ 1648 પરીક્ષાર્થીઓ હતા અને કુલ 6 સેનટરમાં 56 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવી હતી તેમ ડીઇઓ કે.વી.મિયાણીએ જણાવ્યું હતુ.

હવે આ બન્ને પ્રવાહના કુલ મળીને 2686 પરીક્ષાર્થીઓનું પરિણામ આવતી કાલ તા.4 ઓગસ્ટને ગુરૂવારે સવારે 8 કલાકે જાહેર કકરાશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો સીટ નંબર એન્ટર કરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને એસઆર શાળાવાર મોકલવા અંગે હવે બાદમાં જાણ કરવામાં આવશે. અન્ય સુચનાઓ શાળા માટે પરિપત્ર રૂપે મોકલાવાશે.

અન્ય સમાચારો પણ છે...