એજ્યુકેશન:ધો.12 સા.પ્ર.માં પરિણામ સુધારણાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એકંદરે 98.50 ટકા પરિણામ આવ્યું
  • બોર્ડ દ્વારા પરિણામ સુધારણાની પરીક્ષામાં 16 પૈકી 14 ઉમેદવારો પાસ થયા, 2 નાપાસ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઉચ્ચત્તર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા મે-2021 ધો.-12 સામાન્ય પ્રવાહના પાસ થઇ ગયેલા હોય તેવા વિદ્યાર્થીઓમાં જે પોતાના પરિણામથી અસંતુષ્ઠ હોય તેના માટે લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે.

ધો.12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા પરિણામ સુધારણા અંતર્ગત લેવાયેલી પરીક્ષાનું એકંદરે પરિણામ 87.50 ટકા જાહેર થયું છે. સપ્ટેમ્બર-2021માં તા.27 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર દરમિયાન લેવાયેલી આ પરીક્ષામાં કુલ 16 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા અને તે પૈકી 14 વિદ્યાર્થીઓ પાસ(એલીજીબલ ફોર ક્વોલીફાયીંગ સર્ટિફિકેટ) તથા બે વિદ્યાર્થીઓ નાપાસ (નીડ ઇમ્પ્રૂવમેન્ટ) જાહેર થયા છે. બોર્ડના પ્રતિનિધિ રાજુભાઇ ભટ્ટે જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના પરિણામ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં આવ્યા બાદ શાળાઓએ મેળવી લેવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...