કાર્યક્રમ:ભાવનગરના વકીલોની ડિરેક્ટરીનો વિમોચન સમારોહ યોજાઈ ગયો

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત બાર ડિજિટલ ક્ષેત્રે અગ્રેસર છે: કિશોર ત્રિવેદી
  • સૌરાષ્ટ્ર સમાચાર અને ભાવનગરના ત્રણેય વકીલ મંડળોના ઉપક્રમે ડિસ્ટ્રીક્ટ જજ પીરજાદાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો

ટેલિફોન ડિરેક્ટરી અત્યાર સુધી એને એ પી એટલે કે નેઇમ એડ્રેસ અને ફોન નંબર તરીકે ઓળખાતી હતી હવે તેમાં ઈ ઉમેરાયો છે એટલે કે ઇમેલ એડ્રેસ દ્વારા જોજનો દૂર રહેલ વ્યક્તિ સાથે પણ સંપર્ક કરી શકીએ છીએ. મને આનંદ છે કે ડિજિટલાયજેસનમાં ગુજરાત બાર અગ્રેસર છે તેમ ગુજરાત બાર કાઉન્સિલ ના પ્રમુખ કિશોરભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું.

ભાવનગર વકીલ મંડળોના ઉપક્રમે સને 2022ની વકીલ ડિરેક્ટરીનો વિમોચન સમારંભ પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ પીરઝાદાની અધ્યક્ષતામા યોજાઈ ગયો. ડિસ્ટ્રિક્ટ જજ પીરઝાદા એ ભાવનગરના વકીલોની એકતાને બિરદાવી ગેટ ટુ ગેધર જેવા કાર્યક્રમ અને ટેલિફોન ડિરેક્ટરી બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ભાવનગર શહેર અને જિલ્લાના વકીલોના નામ સરનામા અને ફોન નંબર સાથેની માહિતીપ્રદ એડવોકેટ ડિરેક્ટરી સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ ડિરેક્ટરી માટે એડવોકેટ જય દ્વારા પ્રૂફ રીડિંગ સહિતની બાબતોમાં જહેમત ઉઠાવવામાં આવી હતી જ્યારે સમગ્ર ડિરેક્ટરીનું ડિજિટલાઇજેસન એડવોકેટ શિવ પંડ્યા એ કરેલ જેના વિમોચન સમારોહ માં વિવિધ ક્ષેત્રોમાં આગવું યોગદાન આપનાર વકીલ વિશેષોનું અને નવ નિયુક્ત એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર્સનું અભિવાદન કરાયું હતું.

ભાવનગરના મેયર કીર્તિબેન દાણીધારીયા, ગુજરાત બાર કાઉન્સિલના અધ્યક્ષ કિશોરભાઈ ત્રિવેદી, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ અંજારિયા ભાવનગર પોલીસ આઈ.જી. અશોક કુમાર યાદવ, જિલ્લા કલેકટર યોગેશ નીરગુડે, બાર કાઉન્સિલના સભ્ય અનિરૂઘ્ધસિંહ ઝાલા, શહેર ભાજપ પ્રમુખ રાજીવ પંડ્યા સૌરાષ્ટ્ર સમાચારના યુનિટ હેડ કલ્પેશ સાવલિયા, એકઝીકયુટીવ એડિટર તારકભાઈ શાહ માર્કેટિંગ વિભાગના મુકેશભાઈ ધોળકિયા સહિતના મહાનુભાવોએ આ પ્રસંગે હાજરી આપી હતી.

સ્વાગત પ્રવચન વકીલ મંડળના પ્રમુખ સંજયભાઈ ત્રિવેદીએ અને આભાર દર્શન ક્રિમિનલ બારના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ ડાભીએ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા એમએસીપીના પ્રમુખ મહેશ ત્રિવેદી સહિતના એ જેહમત ઉઠાવી હતીકાર્યક્રમનું સંચાલન વકીલ નાઝિર સાવંતે કર્યું હતું. સમારંભ સાથે એડવોકેટ ગાયક રાજમ સોલંકી, સલીમ દેખૈયા, પિંકી ભટ્ટ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ પરમાર તથા સિનિયર સિવિલ જજ રામાવત જી સહિતના કલાકારોનો સંગીત કાર્યક્રમ પણ યોજાયો હતો. એડવોકેટ સ્પેશિયલ મ્યુઝિકલ નાઇટના પ્રથમવાર યોજાયેલા કાર્યક્રમને અભૂતપૂર્વ સફળતા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...