મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા યુનિ.ની સર્વોચ્ચ નિયમનકારી સંસ્થા એક્ઝિક્યુટિવ કાઉન્સિલની આજે બેઠક મળી હતી જેમાં એક મહત્વના નિર્ણયમાં અન્ય યુનિ.ની જેમ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. સંચાલિત કોલેજો અને ભવનોમાં સ્વનિર્ભર ધોરણે જે જે કોર્સ ચાલે છે તેમાં મુલાકાતી વ્યાખ્યાતાઓની ભરતી થાય છે તે હવેથી કેન્દ્રીય ધોરણે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
ગત ઇ.સી. 20 એપ્રિલની તેમજ તાકીદે મળેલી સભા 12 મેની મિનિટસને મંજૂર રાખવામાં આવી હતી. આ ઉપરાંત એકેડેમિક કાઉન્સિલની 29 એપ્રિલના રોજ મળેલી સભાની મિનિટસ પણ મંજૂર રાખવામાં આવી હતી. યુનિ.માં વિષય નિષ્ણાતોની નવી પેનલની રચના કરવા માટે સર્વાનૂમતે નિર્ણય કરવામાં આવ્યો હતો. યુનિ.ની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા પ્રવેશ સમસ્યાને ધ્યાને લઇને જરૂરીયાત મુજબ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને જરૂર હોય તો વર્ગ વધારો કરવાનું મંજૂર રાખવામાં આવ્યું હતુ. વહીવટી કર્મચારીઓનું પરીક્ષા ભથ્થું નક્કી કરવામાં આવ્યું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.