તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:જિલ્લામાં કોરોનામાં રિકવરી રેઇટ વધીને 98.56 ટકા થયો

ભાવનગર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એક પણ નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી

ભાવનગર શહેર અને જિલ્લામાં આજે કોરોના પોઝિટિવનો એક પણ નવો નોંધાયો ન હતો. જ્યારે એક દર્દી કોરોનામુક્ત થતા હવે ભાવનગર શહેર-જિલ્લામાં કુલ 19 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. આજ સુધીમાં ભાવનગર જિલ્લાભરમાં કોરોના પોઝિટિવના કુલ કેસ 6,093 નોંધાયા છે અને તેની સામે કોરોનામાંથી મુક્ત થયેલા દર્દીઓની સંખ્યા 6005 થઇ જતાં સમગ્ર જિલ્લામાં કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓની ટકાવારી 98.56 ટકા થઇ ગઇ છે.

ભાવનગર શહેરમાં આજે એક પણ નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી. અત્યાર સુધીમાં શહેરમાં કોરોનાના કુલ કેસ 4011 થઇ ગયા છે અને તેની સામે 3960 દર્દીઓ કોરનામુક્ત થઇ જતાં શહેરમાં કોરોનાનો રિકવરી રેઇટ 98.73 ટકા થઇ ગયો છે. શહેરમાં હાલ 8 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. આજે એક પુરૂષ દર્દી કોરોનામુકત થયા હતા.

ભાવનગર તાલુકા-ગ્રામ્યમાં આજે એક પણ નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી. અત્યાર સુધીમાં તાલુકા-ગ્રામ્યમાં કોરોનાના કુલ કેસ 2082 થઇ ગયા છે અને તેની સામે 2045 દર્દીઓ કોરનામુક્ત થઇ જતાં શહેરમાં કોરોનાનો રિકવરી રેઇટ 98.22 ટકા થઇ ગયો છે. શહેરમાં હાલ 11 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો