તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવના 72 કેસનો વિક્રમ તો 245 દિવસ સુધી અકબંધ રહ્યો પણ ગઇ કાલે 77 કેસનો થયેલો વિક્રમ આજે એક જ દિવસમાં તૂટી ગયો છે અને આજે સમગ્ર શહેર-જિલ્લામાં કુલ 79 પોઝિટિવ કેસ મળી આવ્યાં છે.
જિલ્લામા નોંધાયેલા 7,249 કેસ પૈકી હાલ 531 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા 73 દર્દીઓનુ અવસાન થયેલ છે. જિલ્લામાં રિકવરી રેઇટ ઘટીને 91.67 ટકા થઇ ગયો છે.
ભાવનગર જિલ્લામા આજરોજ 79 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 7, 249 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં 37 પુરૂષ અને 23 સ્ત્રી મળી કુલ 60 લોકોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 23 અને તાલુકાઓમાં 17 કેસ મળી કુલ 35 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.
ગ્રામ્ય અને તાલુકાઓમાં ઉમરાળા ખાતે 1, સિહોર તાલુકાના રામધરી ગામ ખાતે 1, તળાજા ખાતે 2, ઉમરાળા તાલુકાના બજુડ ગામ ખાતે 1, તળાજા તાલુકાના દિહોર ગામ ખાતે 1, પાલિતાણા તાલુકાના મોટી રાજસ્થળી ગામ ખાતે 1, તળાજા તાલુકાના તરસરા ગામ ખાતે 1, પાલિતાણા ખાતે 3, પાલિતાણા તાલુકાના કુંભણ ગામ ખાતે 1, વલ્લભીપુર ખાતે 1, ઘોઘા તાલુકાના વાવડી ગામ ખાતે 1, ઘોઘા તાલુકાના વાળુકડ(ઘો) ગામ ખાતે 1, સિહોર તાલુકાના મોટા સુરકા ગામ ખાતે 1, પાલિતાણા તાલુકાના નાની પાણીયારી ગામ ખાતે 1, સિહોર તાલુકાના ટાણા ગામ ખાતે 1 તેમજ ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ ખાતે 1 કેસ મળી કુલ 19 લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે. આજરોજ ભાવનગર શહેર ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.
કોરોનાના કેસ વધ્યાનું એક કારણ ટેસ્ટ વધ્યા
ભાવનગર શહેર અને જિલ્લામાં હવે 60થી 79 જેટલા કેસ એપ્રિલ માસમાં મળવા લાગ્યા છે તેનું એક કારણ છે લોકો હવે કોરોના પ્રત્યે જાગૃત થયા છે અને સાથે કોરોનાનો ટેસ્ટ કરાવતા થયા છે. અગાઉ શહેર-જિલ્લામાં રોજના એવરેજ 2000 ટેસ્ટ થતા અને 20થી 35 કેસ નોંધાતા હતા. પણ હવે રોજના 4000થી 6000 ટેસ્ટ થાય છે. જેમાં ગઇ કાલે તો 6862 ટેસ્ટ થયા હતા અને તેની સામે 77 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આમ, ટેસ્ટિંગ માટે જાગૃતિ વધતા અને ડર ઓછો થતાં ટેસ્ટ વધ્યા છે અને સાથે કોરોનાના કેસ પણ વધ્યા છે.
શહેરમાં 13 સ્થળોએ વિનામૂલ્યે RTPCR ટેસ્ટ
ભાવનગર શહેરમાં વિવિધ સ્થળોએ સ્વૈચ્છિક કોરોના સેન્ટર ઉભા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ હવેથી ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ આખલોલ જકાતનાકા, ન્યુ કુંભારવાડા, કુંભારવાડા, બોરતળાવ, કરચલીયાપરા, ભીલવાડા, વોશિંગઘાટ, આનંદનગર, શિવાજી સર્કલ(તરસમીયા), સુભાષનગર, વડવા-અ, કાળીયાબીડ અને ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે આર.ટી.પી.સી.આર. ટેસ્ટનો પ્રારંભ કરવામાં આવેલ છે. આમ શહેરમાં કુલ 13 સ્થળોએ સ્વૈચ્છિક કોરોના ટેસ્ટીંગ સેન્ટર કાર્યરત કરવામાં આવેલ છે.
કોરોના સંક્રમણને શહેરમાં ફેલાતું અટકાવવા વધુમાં વધુ લોકો કોરોનાની તપાસ કરાવે તે ખૂબ જરૂરી છે. હાલ વિશ્વ કોવિડ-19ની વૈશ્વિક મહામારીના કપરા સમયમાંથી પસાર થઇ રહેલ છે ત્યારે આ પરિસ્થિતિમાં લોકો કોઈપણ જાતના ડર વિના સ્વૈચ્છિક રીતે વિનામૂલ્યે નિદાન કરાવી શકે તે માટે સ્વેચ્છિક કોરોના ટેસ્ટિંગ સેન્ટરો અને આર.ટી.પી.સી.આર.ટેસ્ટિંગ સેન્ટરો શરૂ કરવામાં આવેલ છે.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.