કાર્યવાહી:ભાવનગરમાં 10 સ્થળોએ દરોડાની કાર્યવાહી શુક્રવારે રાત સુધી યથાવત

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેટ જીએસટીની એન્ફોર્સમેન્ટ વીંગ દ્વારા
  • રાજકોટની પેઢીઓ સાથે કનેક્શન : કાર્યવાહી ચાલુ

બોગસ બિલિંગ અને ખોટી વેરા સાથે લેવા માટે સમગ્ર રાજ્યમાં પંકાયેલા ભાવનગરમાં સ્ટેટ જીએસટીની એન્ફોર્સમેન્ટ વીંગ દ્વારા ગુરુવારથી ભાવનગરમાં શરૂ કરવામાં આવેલી દરોડાની કાર્યવાહી શુક્રવારે પણ મોડી રાત સુધી યથાવત રહી હતી. અત્યાર સુધીની કાર્યવાહીમાં ભાવનગર ખાતે 10 સ્થળોએથી મળેલા સાહિત્યની ચકાસણી માં રાજકોટ બીડિયો ના કનેક્શન પણ મળી આવ્યા છે.

ભાવનગરમાં એસ.એલ. મરીન, આલિયા સ્ક્રેપ, મરીન લાઈન્સ, જે.ઈ. એન્ટરપ્રાઇઝના કુંભારવાડા, મોતી તળાવ, રેવડી બજાર, આંબાચોક, એરપોર્ટ રોડ,‌જોગીવાડની ટાંકી, અલંગ જેવાં સ્થળોએ એન્ફોર્સમેન્ટ વીંગ ne6 ટુકડીઓ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

અત્યાર સુધીની કાર્યવાહીમાં એન્ફોર્સમેન્ટ વિભાગના અધિકારીઓને મોબાઇલ ફોનના ડેટા માંથી અનેક ચોંકાવનારી માહિતી મળી આવી છે. ઉપરાંત દરોડાના સ્થળે કરવામાં આવેલી તપાસમાં પેઢીઓના કનેક્શન અને ધંધાનું સ્થળ રાજકોટ જણાઈ આવે છે. તેથી રાજકોટ ખાતે પણ તપાસનો દોર લંબાવ્યો છે. દરમિયાન શુક્રવારે દસ સ્થળોએ નિવેદન નોંધવાની પ્રક્રિયાઓ પણ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. શનિવારે પણ દરોડાની કાર્યવાહી ચાલુ રહેવાના સંકેતો સાંપડયા છે.

અન્ય સમાચારો પણ છે...