શિક્ષણ પર થશે અસર:છ માસથી ઉકેલની રાહમાં ગ્રાન્ટેડ શાળાના પ્રવાસી શિક્ષકનો પ્રશ્ન

ભાવનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાળાઓ શરૂ થઇ જતાં શિક્ષણ પર થશે અસર
  • પ્રવાસી શિક્ષકની યોજનાની મુદત 31 માર્ચ 21ના પૂરી થતાં તેને રીન્યુ કરવામાં આવી નથી

રાજ્યમાં ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાના અભાવે શિક્ષણ કાર્ય પર અસર ન પહોંચે તે માટે રાજ્ય સરકારે પ્રવાસી શિક્ષકની યોજના જાહેર કરેલ હતી પરંતુ આ યોજનાની મુદત 31 માર્ચ 2021ના પૂરી થતાં તેને રીન્યુ કરવામાં આવી નથી.

શાળા સંચાલક મંડળોએ રાજ્ય સરકાર અને તેના લાગતા વળગતા મંત્રીઓને ઝડપથી નિર્ણય કરવા માંગ કરી છે પરંતુ છ મહિનાથી આ પ્રશ્ન હવામાં લટકે છે. પ્રવાસી શિક્ષકની યોજના જાહેર કરવામાં આવતી નથી તે અંગે કોઈ સત્તાવાર જાહેરાત પણ થતી નથી.પરિણામે સમગ્ર રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓ અને સરકારી શાળાઓ 1 થી 12 ની શાળાઓ હવે શરૂ થઇ જતાં તેના શિક્ષણ કાર્ય ઉપર સીધી અસર પહોંચે છે. ઝડપથી રાજ્ય સરકાર નિર્ણય કરીને તમામ શાળાઓને પ્રવાસી શિક્ષક ઉપલબ્ધ કરાવે તેવી સંચાલકોએ માંગ ઉઠાવી છે.

અન્ય સમાચારો પણ છે...