બેઠકમાં ઠરાવ:રોડની ગુણવત્તા કોર્પો.માં સાબિત થશે રૂ.38 લાખના ખર્ચે ટેસ્ટિંગ લેબ બનશે

ભાવનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 ઓગસ્ટે મળનારી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં ઠરાવ
  • સ્ટેન્ડીંગ કમિટીમાં લીઝ પટ્ટા ઉપયોગફેર કરવા રિઝર્વેશન દૂર કરવા સહિતના નિર્ણયો કરાશે

ભાવનગર શહેરના રોડ સહિતના બાંધકામોની નબળી ગુણવત્તાના વારંવાર પ્રશ્નો ઊભા થાય છે. જેથી કોર્પોરેશન દ્વારા કોર્પોરેશનના સિવિલ કામ અને રોડ બાંધકામ વગેરેના મટીરીયલ્સ માટે રૂ.38.61 લાખના ખર્ચે ટેસ્ટિંગ લેબોરેટરી ઊભી કરશે. જેને આગામી 10મીના રોજ મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં બહાલીનો નિર્ણય કરાશે.

કોર્પોરેશનની આગામી સ્ટેન્ડિંગ કમિટીમાં એફોર્ડેબલ હાઉસિંગ પ્લોટ પર જે કમ્પાઉન્ડ વોલ બનાવવા, સરકારની ગ્રાન્ટમાંથી સીદસર વિસ્તારમાં પાર્ટી પ્લોટ બનાવવાના કામ માટે કન્સલ્ટન્ટ નિમવા, ગૌરીશંકર સોસાયટીના કોમન પ્લોટમાં અને સીદસર ગ્રામ પંચાયત ઓફિસ કેમ્પસમાં આરોગ્ય કેન્દ્ર બનાવવા, સ્વિપર મશીન ઓ એન્ડ એમ થી ચલાવવા આપવા, તિરંગાની બામ્બુ સ્ટીક ખરીદવા, લીઝ હોલ્ડ પ્લોટને ઉપયોગ ફેર કરવા અને ફુલસર ટીપી સ્કીમમાં ભાવનગર વિકાસ નક્શા 2031 માં દર્શાવેલ પબ્લિક હાઉસિંગ ફોર બાડા વાળી જગ્યાનું રિઝર્વેશન દૂર કરવા સહિતના 29 કાર્યોની ચર્ચા વિચારણા કરી નિર્ણય કરાશે. આમ હવે રોડની ગુણવત્તાની નિર્ણય ખુદ કોર્પોરેશન દ્વારા જ નક્કી કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...