હાલાકી:સાત વર્ષથી વલભી વિદ્યાપીઠનો પ્રોજેકટ અભરાઇએ ચડી ગયો

વલભીપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વલભી વિદ્યાપીઠની પુન: સ્થાપના કરવા માટે 2015માં કરાયેલા MOU
  • રૂ.200 કરોડના એમ.ઓ.યુ. કરાયા પછી કોઇ પ્રગતિ ન થઇ

વલભી વિદ્યાપીઠની પુન: સ્થાપના કરવા માટે 2015ની સાલમાં ગુજરાત સરકાર સાથે મોટી રકમનો એમ.ઓ.યુ.થયો હતો.પરંતુ હાલ સાત વર્ષ જેટલો સમય વીતી ગયો છતા આ સૂચિત પ્રોજકેટ અંગે કોઇ આગળ કામ થયુ નથી.આ આ પ્રોજેકટ અભરાયે ચડી ગયો હોય તેમ લાગે છે.

આજથી સાત વર્ષ અગાઉ આનંદીબેન મુખ્યમંત્રી હતાં તે સમયે વંદે યુવા ભારત ટ્રસ્ટ સાથે રૂ.200 કરોડના વલભી વિદ્યાપીઠની પુન:સ્થાપના તેમજ શિક્ષણને લગતી બાબતો અંગેનું એમ.ઓ.યુ. વાયબ્રન્ટ ગુજરાત-2015 અંતર્ગત રાજયના ચીફ સેક્રેટરીના હસ્તાક્ષ્રર સાથે સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં આવેલ ત્યારબાદ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન સ્થળ તપાસ માટે વલભીપુર ખાતે આવી ગયેલા પરંતુ સ્થાનીક રાજકીય અનિચ્છાના અભાવે આ પ્રોજેકટને જે ગતિ મળવી જોઇએ તે મળતા હાલ આ પ્રોજેકટ અંગેનો એમ.ઓ.યુ જે સંસ્થા સાથે કરવામાં આવેલ તે સંસ્થાને તસ્સુભાર રસ હોય તેમ જણાતું નથી. મળતી માહિતી મુજબ વલભી વિદ્યાપીઠનો રૂ.200 કરોડનો એમ.ઓ.યુ. અભરાઇ ચડાવી દીધો છે કારણ કે, ત્યારબાદ રાજયના બે મુખ્યમંત્રીઓ બદલાઇ ગયા પછી કોઇ પ્રગતિ ન થતાં પૂર્ણ વિરામ મુકી દેવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...