મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના વહીવટી કર્મચારીઓના છેલ્લા ત્રણ વર્ષના ખોરંભે ચડેલા પ્રશ્નો જેવા કે મૃતક કર્મચારીના પેન્શન, નિવૃત્ત કર્મચારીઓના પેન્શન, ઉચ્ચતર પગારધોરણ જેવા પ્રાણ પ્રશ્નો અંગે કર્મચારી પરિવાર દ્વારા કુલપતિ, કુલસચિવ તથા એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યો સમક્ષ રજુઆત કરાતા રાજ્યના શિક્ષણ મંત્રીની રૂબરૂમાં રજૂઆત કરવામાં આવતાં આ પ્રશ્નોના તાકીદે નિરાકરણ લાવશે તેવી શિક્ષણ મંત્રીએ ખાતરી આપી હતી.
એમકેબી યુનિવર્સિટીના એકિઝકયુટિવ કાઉન્સિલના સભ્ય દ્વારા કર્મચારીઓના પ્રશ્નો અંગે અંગત રસ દાખવી શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી તથા અગ્ર સચિવનો સમય મેળવીને તેમની સાથે રૂબરૂમાં મિટિંગ યોજી હતી.
જે મીટિંગમાં શિક્ષણ મંત્રી દ્વારા નિયમાનુસાર પ્રશ્નો અંગે તાકીદે ઉકેલ લાવી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કર્મચારીઓના પ્રશ્નો તાકીદે પૂર્ણ કરવા જરૂરી સૂચનાઓ આપતા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના આ પ્રકારના હકારાત્મક અભિગમથી લાંબા સમયથી અટકી પડેલા પ્રશ્નોને વાચા મળી છે અને આ પ્રશ્નોના તાકીદે નિરાકરણ આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે જેથી કર્મચારી પરિવારમાં હર્ષની લાગણી વ્યાપી ગઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.