તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાવનગરમાં વિજયરાજનગર ખાતે રહેતા નિવૃત ડીવાયએસપીના પુત્રએ પત્નિ,પુત્રીઓ અને પાલતુ ડોગીને ગોળી ધરબી દઇ પોતે પણ આપઘાત કર્યાની ઘટના મામલે નિવૃત ડીવાયએસપીએ છ શખ્સો વિરુધ્ધ પોતાના દીકરાને મરવા મજબુર કર્યાની પોલીસ ફરીયાદ નોંધાવી હતી. જે મામલે આરોપીઓએ હાઇકોર્ટમાં કવોશિંગ પિટિશન કરીને તેમની સામેની ફરિયાદ રદ કરવાની માગ કરી છે. આ કેસમા પોલીસે આરોપી યશવંતસિંહ રાણાની ધરપકડ કરી છે. જેના આજે રીમાન્ડ પુરા થતા તેને જેલ હવાલે કરાયા છે.
નિવૃત ડીવાયએસપી નરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર પૃથ્વીરાજસિંહ જાડેજાએ પોતાના પરિવારજનોની હત્યા કરી પોતે પણ આપઘાત કરી લીધો હતો. જે મામલે નરેન્દ્રસિંહ જાડેજાએ પોતાના પુત્રને ધમકીઓ આપી મરવા મજબુર કર્યાની પોલીસ ફરિયાદ છ શખ્સો વિરૂધ્ધ નોંધાવી હતી. જેથી આરોપીઓએ હાઇકોર્ટમાં કવોશિંગ પિટિશન કરીને તેમની સામેની ફરીયાદ રદ કરવાની માગ કરી છે. આ કેસમા ભાવનગર એલસીબી ટીમે આરોપી યશવંતસિંહ રાણાની ધરપકડ કરી કોર્ટમા રજુ કરી રીમાન્ઠ માગ્યા હતા. જે આજે પુરા થતા તેને જેલ હવાલે કરાયો છે. જયારે એક સગીરા અને સિનિયર સિટિઝનને આરોપી તરીકે દૂર કરવામા આવ્યા છે. અને બાકીના ત્રણ આરોપીઓ વિરુધ્ધ હાલ કોઇ સખત પગલા નહી લેવાનો આદેશ હાઇકોર્ટે કર્યો છે.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.