સમસ્યા:અલંગમાં 153માંથી 125 પ્લોટ HKC મુજબના થઇ જતા EU પર દબાણ વધ્યું

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હાલ યુરોપીયન યુનિયનના સસ્તા જહાજનો તૂર્કિ કબજો કરી રહ્યુ છે
  • અલંગની સરખામણીએ પાકિસ્તાન-બાંગ્લાદેશના યાર્ડ એકદમ પછાત

અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં હોંગકોંગ કન્વેન્શન (એચકેસી) અમલી બનાવવામાં આવ્યા પૂર્વે પણ શિપબ્રેકરો દ્વારા આ આંતરરાષ્ટ્રીય માપદંડ અપનાવવાનું છેલ્લા 6 વર્ષથી શરૂ કરી દીધુ હતુ. હવે મોટાભાગના પ્લોટ એચકેસી મુજબના થઇ ચૂક્યા છે, અને કાર્યપધ્ધતિઓમાં પણ અગાઉની સરખામણીએ નાટકિય રીતે સુધારો આવી ચૂક્યો છે ત્યારે યુરોપીયન યુનિયન (ઇ.યુ.) પર અલંગને માન્યતા આપવાનું દબાણ વધી રહ્યું છે. વિશ્વમાં યુરોપીયન યુનિયન (ઇ.યુ.)ના દેશો સૌથી વધુ જહાજના જથ્થા પર કબજો ધરાવે છે, અને આવા માલીકોને પણ નિયમાનુસાર જહાજની સમયાવધી સમાપ્ત થતાની સાથે જ ભંગવા માટે મોકલી દેવામાં આવે છે.

ઇ.યુ.ના જહાજો ભાંગવા માટે ચોક્કસ પધ્ધતિઓને અનુસરવુ પડે છે, તેના બદલામાં તેઓ સબસીડાઇઝ ભાવથી જહાજ પુરા પાડે છે. અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં કુલ કાર્યરત 153 પ્લોટ છે તે પૈકી એન.કે. ક્લાસના 40, રીના ક્લાસના 68 અને આઇઆરએસ ક્લાસના 17 પ્લોટ થઇ ચૂક્યા છે, કેટલાય પ્લોટ એવા છે જેઓ એકથી વધુ ક્લાસિફિકેશન ધરાવે છે. આમ અલંગમાં કુલ 125 પ્લોટ હોંગકોંગ કન્વેન્શન મુજબના થઇ ચૂકેલા છે. બે-ત્રણ શિપબ્રેકર્સ જૂથો દ્વારા ઇ.યુ.ની માન્યતા મેળવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેમાં હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર, લેબર હાઉસિંગ જેવી સમસ્યાઓ સામે આવી હતી, અને તેને સરકાર સમક્ષ રજૂ કરવામાં આવેલી છે.

અલંગની હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પણ રસ દાખવવામાં આવી રહ્યો છે.બીજી તરફ અલંગની સરખામણીએ તેના કટ્ટર હરિફ ગણાતા પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા પડોશી દેશોમાં શિપબ્રેકિંગની પરિસ્થિતિ એકદમ પછાત છેે અલંગના શિપબ્રેકરોએ ગાંઠના નાણાથી પણ આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબની સવલતો ઉભી કરી છે. એક વખત અલંગમાં યુરોપીયન યુનિયનની માન્યતા મળી જાય તો શિપબ્રેકરોને સબસિડાઇઝ ભાવથી જહાજ મળવા લાગશે, તેની સામે શિપબ્રેકરોએ એક જહાજ ભાંગવા માટેનો સમયગાળો પણ વધી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...