તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે ભરતી કરાશે:જિલ્લામાં 325 પ્રાથમિક શિક્ષકોની જગ્યાઓ લાંબા સમયથી વણપુરાયેલી

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષણ વિભાગ દ્વારા હવે ભરતી કરાશે
  • જિલ્લાની સરકારી શાળાઓમાં સૌથી વધુ 70 ખાલી જગ્યા મહુવા તાલુકામાં, ઉમરાળામાં 4 જગ્યા ખાલી

ભાવનગર જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં કુલ 325 શિક્ષકોની ઘટ છે. લાંબા સમયથી આ શિક્ષકોની ઘટ અંગે ધારાસભ્ય કનુભાઇ બારૈયાએ વિધાનસભામાં પૂછેલા એક પ્રશ્નના જવાબમાં શિક્ષણ વિભાગે માહિતી આપી છે કે જિલ્લાના 10 તાલુકાઓમાં હવે ભરતી કરીને આ ઘટ પૂરી કરવામાં આવશે જો કે તેનો કોઇ સમય આપવામાં આવ્યો નથી.

ભાવનગર જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ મહુવા તાલુકામાં છે જ્યાં કુલ 70 શિક્ષકોની ઘટ છે. જ્યારે જેસરમાં 69 શિક્ષકોની ઘટ છે. આથી શિક્ષણની ગુણવત્તા પર સીધી અસર પડે છે. ઉમરાળા તાલુકામાં સૌથી ઓછી માત્ર ચાર શિક્ષકોની જ ઘટ છે.જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્યાઓને લીધે ગુણવત્તા બગડી છે.

ક્યા તાલુકામાં કેટલી જગ્યા
તાલુકોધો.1થી5માંધો.6થી8માં
ઘટઘટ
> ભાવનગર30 શિક્ષકો6 શિક્ષકો
> ગારિયાધાર11 શિક્ષકો7 શિક્ષકો
> ઘોઘા6 શિક્ષકો3 શિક્ષકો
> જેસર54 શિક્ષકો15 શિક્ષકો
> મહુવા51 શિક્ષકો19 શિક્ષકો
> પાલિતાણા18 શિક્ષકો17 શિક્ષકો
> સિહોર23 શિક્ષકો9 શિક્ષકો
> તળાજા21 શિક્ષકો14 શિક્ષકો
> ઉમરાળા3 શિક્ષકો1 શિક્ષકો
> વલ્લભીપુર8 શિક્ષકો9 શિક્ષકો

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...