તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:પાટણા ગામે દસ વર્ષથી પશુ ડોકટરની જગ્યા ખાલી

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માલધારીઓને નડે છે અનેક પ્રકારની અગવડતા
  • પશુઓને તાત્કાલિક સારવાર ન મળતા મોતને ભેટે છે ,પશુ ડોકટરની કાયમી નિમણુંક કરવા માંગ

વલ્લભીપુર તાલુકાના પાટણા (ભાલ) ગામ છ હજારની વસ્તી ધરાવતુ ગામ મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર આધારિત છે, ગામમાં માલધારીઓની વસ્તી પણ ખૂબ મોટી છે, ગામમાં માલધારીઓ અને ખેડૂતોની મળીને આશરે ત્રણ હજાર ગાય, ભેંસ, ઘેટા, બકરા અને અન્ય પશુઓની વસ્તી છે.

પાટણા ગામમાં વર્ષોથી પશુ દવાખાનુ આવેલ છે, પરંતુ છેલ્લા દસ વર્ષથી પશુ ડોકટરની જગ્યા ખાલી છે આમ છતાં પશુ ડોકટરની કાયમી જગ્યા ભરવામાં આવતી નથી. આથી પશુ માલિકો પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યાં છે. કોઈ પશુ ને સારવાર માટે તાત્કાલિક જરૂર ઉભી થાય ત્યારે બહારથી ડોકટર બોલાવવામા સમય જાય છે અને પશુઓની મોટી સંખ્યા હોય અવાર નવાર પશુ ડોકટરની તાત્કાલિક જરૂર પડતી હોય છે. ઘણીવાર સમયસર ડોક્ટરના મળવાને કારણે પશુઓને જીવ પણ ગુમાવવો પડે છે.

વર્ષો જૂના પશુ દવાખાનાનું મકાન જર્જરિત થતા તેને પાડીને રાજ્યસભાના સાંસદ મનસુખભાઇ માંડવીયાની ગ્રાન્ટમાંથી 15 લાખના ખર્ચે નવું મકાન બનાવવામાં આવેલ, નવું મકાન બનાવ્યાને અઢી વર્ષ જેટલો સમય થઈ ગયેલ છે, આ મકાન પડતર રહેવાને કારણે જર્જરિત થઈ રહ્યું છે, પશુ દવાખાના માટે મકાન બનાવવુ અને પશુ ડોકટર ની ફાળવણી ના કરવી એ તંત્રનું દિશાહીન આયોજન કહી શકાય. મકાનની સ્થિતિ વધુ ખરાબ થાય એ પહેલા ડોકટરની ફાળવણી કરવામા આવે તો જ મકાન વપરાશ થશે અને તો જ મકાન સારું રહેશે.આથી ડોકટોર વગરના દવાખાના શોભાના ગાઠીયા સમાન બની ગયા છે.

અન્ય સમાચારો પણ છે...