તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાવનગર શહેરમાં મહાપાલિકાની ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે હવે મેયર-ડેપ્યુટી મેયરના ચોકઠા ગોઠવવાના શરૂ થઇ ગયા છે અને રાજકીય સમીકરણો આગળ વધી રહ્યાં છે ત્યારે ભાવનગર મહાનગરપાલિકામાં ડેપ્યુટી મેયર પદ રાજકીય કારકિર્દીમાં આગળ ધપવા માટે અપશુનિયાળ સાબિત થયું છે તેમ રાજકીય વિશ્લેષકો કહે છે. આનો સૌથી મોટો પુરાવો એ કે છે અત્યાર સુધીમાં ભાવનગર મહાનગરપાલિકામાં 27 ડેપ્યુટી મેયર આવી ગયા તે પૈકી માત્ર 3 ભાગ્યશાળી આગેવાન મેયરપદે પહોંચી શક્યા છે. બાકી મોટા ભાગનાની તો રાજકીય કારકિર્દી પર તો પૂર્ણવિરામ લાગી ગયાના કિસ્સા છે.
ત્રણ રાજકારણીઓના કરિયર ખતમ થયાં
જે આગળ વધીને મેયર થયા. જેમાં સૌ પ્રથમ નામ આવે ચીમનભાઇ યાદવનું. ચીમનભાઇ યાદવ 1989માં ડેપ્યુટી મેયર હતા અને બાદમાં 1996-97માં મેયર થયા હતા. ત્યાર બાદ વિભાવરીબહેન દવે 1995-96માં ડેપ્યુટી મેયર હતા અને બાદમાં 1997-98માં મેયર થયા હતા. અંતિમ અને ત્રીજો દાખલો હમણાં જ માજી થયેલા મનહરભાઇ મોરીનો છે. જેઓ 2015-18 સુધી ડેપ્યુટી મેયર હતા અને તાજેતરમાં પૂર્થ થેયલા કાર્યકાળ 2018થી 2020 સુધી મનહરભાઇ મેયર રહ્યાં હતા. બાકીના 24 ડેપ્યુટી મેયર પૈકી મોટાભાગનાની રાજકીય કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકાઈ ગયાના દાખલા વધુ છે.
ભાવનગરના આજ સુધીના ડેપ્યુટી મેયર
રમણિકભાઇ પટેલ, ગુરૂમલ બાલાણી, લાખાભાઇ જાદવ, ઇશ્વરભાઇ મકવાણા, ચીમનભાઇ યાદવ, ગીજુભાઇ જોષી, વિભાવરીબહેન દવે, જીવણભાઇ પટેલ, અલકાબહેન પટેલ, લક્ષ્મણભાઇ રાધેશ્વર, ભરતસિંહ ગોહિલ, તુલસીભાઇ કુવાડીયા, હરેશભાઇ મકવાણા, બિપીનભાઇ વ્યાસ, કિર્તીભાઇ શાહ, મુકેશભાઇ પટેલ, જસવંતસિંહ ગોહિલ, માલતીબહેન ત્રિવેદી, કૌશિકભાઇ ચાંદલીયા, પી.સી.બારૈયા, ડો.હરેશભાઇ નાવડીયા,પ્રભાબહેન પટેલ, ડી.ડી.ગોહિલ, ગોવિંદભાઇ કુકરેજા, જાગૃતિબહેન રાવળ, મનહરભાઇ મોરી, અશોકભાઇ બારૈયા
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.