રેસ્ક્યુ:કો‌ળિયાકના દરિયે આપઘાત કરવા આવેલી મહિલાને પોલીસે બચાવી

ભાવનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મારે મરી જવું છે તેમ બુમો મારી દરિયામાં દોડી ગઈ
  • કોરોનામાં પિતાના મૃત્યુના આઘાતમાં જીવતી મહિલાને SRD મહિલા જવાનોએ બહાર કાઢી

શ્રાવણ મહિનામાં શિવ ભક્તોનો કોળિયાક નિષ્કલંક મહાદેવ ખાતે ઘસારો રહેતો હોય છે. મંગળવારે બપોરના 3.15 કલાકે એક મહિલા મારે મરી જવું છે, મારે મરી જવું છે તેમ બુમો મારતી દરિયા તરફ આપઘાત કરવા દોડીને દરિયા તરફ જતી હતી. બીજી તરફ અહીં બંદોબસ્તમાં રહેલા ઘોઘા પોલીસ અને એસઆરડી જવાનોને ધ્યાને આવતા તુરંત મહિલા એસઆરડી જવાનોએ પાણી જઈ મહિલાને બહાર કાઢી હતી.

બીજી તરફ ઘોઘા પીએસઆઈ વાધિયા પણ અહીં ઉપસ્થિત હોય મહિલાને સ્વસ્થ કરી પોલીસ સ્ટેશને લાવી સ્વસ્થ કરી પુછપરછ કરતા જ્યોતિબેન મહેશભાઈ રાઠોડ (રહે. અકવાડા) નામની આ મહિલાના પિતા કોરોનામાં મૃત્યું પામ્યા બાદ આઘાતમાં હતી માતા વયોવૃદ્ધ હોય પરિવારમાં તે માતા સાથે એકલી રહી પરિવારના આશ્વાસન થકી જીવન ગાળતી પરંતુ અંતે આઘાતમાં તેણી આ પગલું ભરવા અહીં આવી હતી. મુશ્કેલીમાં રહેવા અને જીવન ગાળવાનું પોલીસ અને સામાજીક સંસ્થાઓના આશ્વાસન થકી મહિલાને સ્વસ્થ કરી તેના પરિવારને સોંપી હતી.

2 મિનિટ મોડા પડ્યા હોત તો પરિણામ જુદુ હોત
હું, રેખાબેન અમારા કોળિયાકના પોઈન્ટ પર બપોરે 1 વાગ્યાના ડ્યુટી પર હતા. વાધિયા સાહેબ પોઈન્ટ વિઝિટ પર આવ્યા હતા આ સમયે મહિલાની બુમો સંભળાઈ હું અને રેખાબેન તેની પાછળ દોડ્યા ગળાડૂબ પાણીમાંથી મહિલાને બહાર કાઢ્યા, તેઓ બેશુદ્ધ હાલતમાં હતા બહાર કાઢી સ્વસ્થ કર્યાં થોડું મોડું થયું હોત તો બેન બચી શક્યા ના હોત, અહીં આવતા સહેલાણીની સુરક્ષા જ અમારી પ્રાથમિકતા હોય છે. અમે અમારી ફરજ બજાવી છે. - ઈલાબેન મહેન્દ્રભાઈ ભેડા, મહિલા પોલીસ

અન્ય સમાચારો પણ છે...