હોબાળો:આત્મવિલોપનની ચિમકી આપતા પોલીસ બંદોબસ્ત સાથે મકાન તોડ્યુ

ભાવનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોમ્યુનિટી હોલ પાસેનું રહેણાંક હટાવતા કિન્નરે હોબાળો મચાવ્યો

ભાવનગર શહેરના વિદ્યાનગર ખાતે ગાંધી કોલોની પાસે કોર્પોરેશનના કોમ્યુનિટી હોલ પાસે વર્ષો જૂનું રહેણાંક ખાલી કરવા નોટિસ આપવા છતાં ખાલી નહીં કરાતા આજે કોર્પોરેશન પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝર લઈ પહોંચી ગયુ હતું. જ્યાં રહેતા કિન્નર દ્વારા કોર્પોરેશનના અધિકારી અને પોલીસ સામે બખેડો ઊભો કરતા વાતાવરણ તંગ બની ગયુ હતું.શહેરના વિદ્યાનગર ગાંધી કોલોનીમાં કોર્પોરેશન દ્વારા સ્વ. ફકીરભાઈ વાઘેલા કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યો છે પરંતુ તેની બાજુમાં સ્નાનઘર અને કોમ્યુનિટી હોલના કામમાં વર્ષો જૂનું કાચા બાંધકામનું રહેણાંક હતું.

જેને ખાલી કરવા કોર્પોરેશન દ્વારા તાકીદ કરવામાં આવતા રહીશો દ્વારા આત્મવિલોપનની ચીમકી પણ આપવામાં આવી હતી. જેથી પોલીસ બંદોબસ્ત સાથે આજે એસ્ટેટ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. દબાણ હટાવવા છતાં તેમાં રહેતા કિન્નર અને તેની માતાએ હોબાળો મચાવ્યો હતો. મહિલા દબાણકર્તાની તબિયત બગડી જતા તાત્કાલિક 108 બોલાવી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.પોલીસ બંદોબસ્ત સાથે દબાણ પર બુલડોઝર ફેરવ્યું હતું. તદુપરાંત હાઇકોર્ટ રોડ પરથી હલુરિયા ચોકથી બાર્ટન લાઈબ્રેરી અને ખારગેટ રેલવે સ્ટેશન પાસેથી દબાણો દૂર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...