તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પર્યાવરણ:પ્લાસ્ટિક ઇકોબ્રીક્સ અભિયાનથી શહેરમાં પર્યાવરણની સમતુલા વધશે

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પર્યાવરણ જાળવણીના સ્વયંસેવકો બનવા હાકલ
 • ભાવનગર કોર્પો. દ્વારા શરૂ કરાયેલા અભિયાનમાં પ્રત્યેક નગરજનોને જોડાવા પૂર્વ મંત્રી મહેન્દ્ર ત્રિવેદીનો અનુરોધ

સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ વખત પ્લાસ્ટિકના કચરાને જાકારો આપવા ભાવનગર મહાપાલિકા દ્વારા શરુ કરાયેલા ઇકોબ્રીક્સ અભિયાનને સફળ બનાવવા ભાવનગરના સામાજીક-રાજકીય આગેવાન અને પૂર્વ મંત્રી મહેન્દ્રભાઇ ત્રિવેદીએ જાહેર નિવેદનમાં અનુરોધ કર્યો છે કે આ અભિયાનમાં શહેરના પ્રજાજનો, રાજકીય પક્ષો, સામાજિક સેવાકીય સંસ્થાઓ, પર્યાવરણપ્રેમીઓ સૌ કોઇને સ્વયંભૂ રીતે જોડાઇને પર્યાવરણની સેવા કરવા અપીલ કરી છે.

તેઓએ જણાવ્યું છે કે હાઇમાં આપણે સૌ જેની સામે લડી રહ્યાં છીએ તે કોરોના મહામારીના વાયરસ, વાવાઝોડા, પૂર, ઋતુઓમાં અસમતુલા વિગેરે કારણોમાં પર્યાવરણની જાળવણી વિષે બેદરકારી મુખ્વ જવાબદાર છે. આની ખતરનાક અસરો વિવિધ પ્રકારના પશુરોગો, ધરતીની ઉત્પાદકતા અને માનવ સ્વાસ્થ્ય પર પડી રહી છે. ત્યારે શરૂઆત આપણે સૌ આપણા ઘરથી કરીએ અને સૌ કોઇને પર્યાવરણ જાળવણીના સ્વયંસેવકો બનવા હાકલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો