તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ભાવનગરમાં લૂંટની ખોટી ફરિયાદ નોંધાવી પોલીસને ગુમરાહ કરનારો ઝડપાયો

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે કુનેહપૂર્વક વણઉકેલ્યા ગુનાનો ભેદ ઉકેલ્યો

ભાવનગર જિલ્લાના સોનગઢ-પાલિતાણા રોડપર આવેલ ઘોડીઢાળ નજીક રહેતા એક શખ્સે તેનાં ઝૂપડામા મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ આવી ઢોર માર મારી રોકડ રકમ સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ.3 લાખનો મુદ્દામાલ લૂંટી ગયાની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદ આધારે ભાવનગર એલસીબી ની ટીમે તર્ક બુદ્ધિ પ્રમાણે સમગ્ર કેસ સોલ્વ કરી ફરિયાદી જ આરોપી પુરવાર કરી સમગ્ર ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.

સમગ્ર બનાવ અંગે એલસીબી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સિહોર તાલુકાના મઢડા ગામનાં વતની અને હાલ સોનગઢ-પાલિતાણા રોડપર ઘોડીઢાળ નજીક ઝૂંપડી માં રહેતાં કિશોર ચકુર પરમારે થોડા સમય પૂર્વે પોલીસ સ્ટેશનમાં એવાં મતલબી ફરિયાદ નોંધાવી હતી કે તાજેતરમાં તેઓ તેના ત્રણ બાળકો સાથે ઝૂંપડી માં સુતા હતા એ દરમ્યાન મોડી રાત્રે 35 થી 40 વષૅ ની વય ધરાવતા અજાણ્યા શખ્સો આવી માર મારી ઝૂપડી માં રાખેલ પટારા માથી રોકડા રૂપિયા એક લાખ તથા સોના- ચાંદીના દાગીના મળી કુલ રૂ 3 લાખ નો મુદ્દામાલ ની લૂંટ ચલાવી નાસી છુટ્યા હતાં આ ફરિયાદ આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.

જે કેસ એલસીબી પાસે આવતા ટીમને સમગ્ર ઘટના નાટ્યાત્મક હોવાનું અને ભેદ-ભરમ ઉભો થાય તેવું હોય આથી એલસીબી ની ટીમે તર્ક બુદ્ધિ થી ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી હતી અને શકના દાયરામાં રહેલ ફરિયાદી કિશોર ની ઉલટ તપાસમાં સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો આ આરોપી એ લૂંટ ની ખોટી ફરિયાદ નોંધાવી પોલીસ ને ગુમરાહ કરી હતી અને રોકડ રકમ તથા દાગીના તેના જ નજીકના સબંધીઓ ને ત્યાં સંતાડ્યા હતાં આથી પોલીસે રોકડ-મુદ્દામાલ હસ્તગત કરી સમગ્ર ફરિયાદ શા માટે કરી અને આવું ત્રાગુ કેમ રચ્યું તથા આ બનાવમાં મદદગાર બનેલ અન્ય આરોપી ઓને ઝડપી લેવા તથા વધુ તપાસ ના ચક્રો ગતિમાન કયૉ છે.

અન્ય સમાચારો પણ છે...