ધરપકડ:તળાજા પંથકની યુવતી પર દુષ્કર્મ આચરનારો ઝડપાયો

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

તળાજા પંથકની યુવતી સાથે સંપર્કમાં આવ્યા બાદ સણીયાળા ગામના યુવકે ફોનમાં કરેલી વાતનું રેકોર્ડિંગ વાયરલ કરી દેવાની ધમકી આપી અલગ-અલગ ત્રણ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. સેન્ટિંગ કામમાં મજુરીએ જતી એક યુવતી તેની સાથે કામ કરતા હરેશ ઉર્ફે ભુરો ચુડાસમા (રહે. સણીયાળા)ના સંપર્કમાં આવ્યા બાદ તેની સાથે ફોનમાં વાતચીત થતી હતી.

આ ફોનમાં થયેલી વાતનું રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી પ્રથમ મહુવા તળાજા હાઈવે પર આવેલી શીવરંજની હોટલમાં લઈ જઈ તેણી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેનો વીડિયો બનાવી વાયરલ કરી દેવાની ધમકી આપી યુવતી પર રાજપરા ગામે તથા એકવાર યુવતીના ઘરે જઈને પણ દુષ્કર્મ આચર્યું હતુ. યુવતીને બદનામ કરવાની ધમકી આપી તા. 01/06/2019 થી 17/11/2021ના સમયગાળા વચ્ચે અવારનવાર દુષ્કર્મ આચરનારા આ યુવક સામે યુવતીએ આખરે તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને હસ્તગત કરી લીધો છે. જોકે જિલ્લાની પોલીસ મુખ્યમંત્રીના બંદોબસ્તમાં હોય હજુ સુધી તેની સત્તાવાર અટક થયેલી નથી.

અન્ય સમાચારો પણ છે...