તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માસ્ક અને દો ગજકી દૂરી જરૂરી:કાળ કોરોનાનો પુન: થયો પ્રારંભ 125 દિવસ બાદ એકનું મોત

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ડરના જરૂરી હૈ : 1675 પોઝિટિવ કેસ બાદ મોતનો બનાવ : રિકવરી રેઇટ ઘટીને 94.49 ટકા થઇ ગયો
 • ભાવનગર શહેરમાં કોરોનાના નવા 29 અને તાલુકા-ગ્રામ્ય કક્ષાએ નવા 9 કેસ મળ્યા : 20 દર્દીઓ કોરોનામુક્ત થયા

ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ આજે પણ યથાવત રહ્યો હતો અને શહેરમાં આજે 29 અને તાલુકા-ગ્રામ્ય કક્ષાએ 9 મળી આજે એક જ દિવસમાં સમગ્ર જિલ્લામાં કુલ 38 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આજે 125 દિવસના લાંબા સમયગાળા બાદ શહેરમાં એક દર્દીનું સરકારી ચોપડે મોત નોંધાયું હતુ. છેલ્લું મોત 22 નવેમ્બર,2020ના રોજ થયા બાદ 1675 પોજિટિવ કેસ વધી ગયા પછી આજે મોત થતા ચિંતાની લહેર પ્રસરી વળી છે. આ સંજોગોમાં માસ્કને જ શ્રેષ્ઠ શસ્ત્ર ગણી રસીકરણ કરાવી, સોશિયલ ડિસ્ટન્સ પાળવું દરેક નાગરિક માટે અનિવાર્ય છે. અન્યથા આ કોરોનાની લહેર ક્યાં આંબશે તે કહેવુ઼ મુશ્કેલ છે.

ગત તા.22 નવેમ્બરે તળાજાના દાઠા ખાતે એક દર્દીનું કોરોનાથી મોત થયા બાદ આજે ભાવનગર શહેરમાં એક દર્દીનું મોત નોંધાયું હતુ. 22 નવેમ્બરે સમગ્ર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 5056 હતી તે આજે 1695 વધીને 6751 થયા બાદ મોતનો કિસ્સો નોંધાયો છે જેથી હવે કોરોનાની આ લહેરને હળવાશથી ન લ્યો. ભાવનગર શહેરમાં આજે કોરોનાના 29 પોઝિટિવ કેસ નોંધાયા હતા.

જેમાં 19 પુરુષ અને 10 મહિલા દર્દીનો સમાવેશ થાય છે. જ્યારે 17 દર્દીઓ કોરોનામુક્ત થયા છે જેમાં 10 પુરૂષ અને 7 મહિલાનો સમાવેશ થાય છે. ભાવનગર તાલુકા-ગ્રામ્ય કક્ષાએ આજે નવા 9 કેસ નોંધાયા હતા. જેમાં સિહોરમાં 72 વર્ષીય પુરુષ, પાલિતાણામાં 82 વર્ષીય મહિલા અને 81 વર્ષીય પુરૂષ, ઉમરાળામાં 68 વર્ષીય પુરૂષ, વલ્લભીપુરમાં 75 વર્ષીય પુરૂષ, સિહોરમાં 26 વર્ષીય મહિલા, સોનગઢમાં 76 વર્ષીય મહિલા અને સિહોરમાં 61 વર્ષીય પુરૂષ અને તળાજાના ત્રાપજમાં 65 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ત્રણ દર્દીઓ કોરોનામુક્ત થયા હતા.

તાલુકા-ગ્રામ્યમાં રિકવરી રેઇટ ઘટીને 95 ટકા
ભાવનગર તાલુકા-ગ્રામ્યમાં આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 2213 કેસ નોંધાયા છે અને તે પૈકી 2111 દર્દીઓ કોરોનામુક્ત થઇ જતાં શહેર કક્ષાએ રિકવરી રેઇટ ઘટીને 95.39 ટકા થઇ ગયો છે.

એક્ટિવ કેસની સંખ્યા 302 થઇ ગઇ
ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓની કુલ સંખ્યા 302 થઇ ગઇ છે. શહેર કક્ષાએ કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યા 226 થઇ ગઇ છે જ્યારે તાલુકા-ગ્રામ્ય કક્ષાએ કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યા 76 થઇ ગઇ છે.

શહેરમાં રિકવરી રેઇટ ઘટીને 94 ટકા
ભાવનગર શહેરમાં આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 4538 કેસ નોંધાયા છે અને તે પૈકી 4268 દર્દીઓ કોરોનામુક્ત થઇ જતાં શહેર કક્ષાએ રિકવરી રેઇટ ઘટીને 94.05 ટકા થઇ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો