હવે વિધાનસભાના પ્રથમ ચરણની ચૂંટણી માટે ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે અને તા.1 ડિસેમ્બરના રોજ યોજાનારા મતદાનના પ્રથમ તબક્કા માટેગુજરાતની 89 બેઠકો પર હવે કુલ 788 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. જેમાં 718 પુરૂષ અને માત્ર 70 મહિલા મતદારો છે. એટલે કે 91.12 ટકા ઉમેદવારો પુરૂષ ઉમેદવાર છે જ્યારે માત્ર 8.88 ટકા ઉમેદવારો મહિલા ઉમેદવાર છે.
જ્યારે મતદારોમાં ગુજરાતમાં કુલ 4,90,89,765 મતદારોમાં પુરુષ મતદાર 2,53,36,610 એટલે કે 51.61 ટકા અને મહિલા મતદારો 2,37,51,738 એટલે કે 48.38 ટકા છે. મતદારોની ટકાવારીની દ્રષ્ટિએ મહિલાઓને 50 ટકા આજુબાજુ એટલે કે 390 જેટલા ઉમેદવારો હોવા જોઇએ પણ માત્ર 70 જ છે. આવું જ ચિત્ર ભાવનગર જિલ્લામાં છે.
ભાવનગરમાં કુલ મતદારોની સંખ્યામાં મહિલાઓની ટકાવારી 48.44 ટકા છે પણ ચૂંટણીમાંમહિલાઓની ઉમેદવારી માત્ર 7.58 ટકા છે. જિલ્લાની સાત બેઠકોના કુલ 66 ઉમેદવારમાં માત્ર પાંચ મહિલા ઉમેદવાર, ભાજપ અને આપે એક-એક મહિલાને ટિકિટ ફાળવી છે જ્યારે કોંગ્રેસે એક પણને નહીં.
ભાવનગર જિલ્લામાં કુલ 9,44,526 પુરુષ મતદાર છે અને 8,887,326 મહિલા મતદારો છે. જેથી કુલ મતદારોમાં પુરુષ મતદારોની ટકાવારી 51.56 ટકા અને મહિલા મતદારોની ટકાવારી 48.44 ટકા થાય છે. ટકાવારીને ધ્યાને લઇએ તો ભાવનગરમાં 7 બેઠકમાં 66 ઉમેદવારો છે તેમાં 32 મહિલા ઉમેદવારો હોવા જોઇએ પણ છે માત્ર 5. આ પાંચ ઉમેદવારમાં એક બેઠક ભાજપે ભાવનગર પૂર્વમાં મહિલાને અને એક બેઠક આપે તળાજામાં ફાળવી છે. બાકી ત્રણ અપક્ષ છે. કોંગ્રસે એક પણ બેઠક મહિલાને ફાળવી નથી.
બીજી બાબત એ છે કે ભાવનગર પશ્ચિમમાં 3 મહિલા લડી રહ્યાં છે જે ત્રણેય અપક્ષ ઉમેદવાર તરીક. ચૂંટણી લડી રહ્યાં છે. જ્યારે ભાવનગર પૂર્વમાં સેજલબહેન પંડ્યા ભાજપમાંથી અને તળાજામાં લાલુબહેન ચૌહાણ આપમાંથી ચૂંટણી જંગમાં છે. ભાવનગર સહિત ગુજરાતમાં મતદારોની સંખ્યામાં મહિલાઓ લગોલગ છે પણ ઉમેદવારીમાં નહિવત છે.
રાજ્યમાં ક્યા પક્ષે કેટલી ટિકિટ મહિલાઓને ફાળવી | |
પક્ષ | મહિલાઓને ટિકિટ |
ભાજપ | 9 |
બીએસપી | 8 |
કોંગ્રેસ | 6 |
આપ | 5 |
અન્ય પક્ષ | 7 |
અપક્ષ | 35 |
કુલ | 70 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.