• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • The Patient Was Operated On And 178 Stones Were Removed And The Pain Was Removed. The Operation Was Performed Free Of Cost Under The Life Card.

સારવાર:દર્દીનું ઓપરેશન કરીને 178 પથરી કાઢી દુ:ખાવો દુર કર્યો, આયુષ્યમાન કાર્ડ હેઠળ વિનામૂલ્યે ઓપરેશન કરાયુ

ભાવનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દર્દીએ રોગનું નિદાન કરાવ્યા બાદ પિત્તાશયમાં પથરી આવેલી

દર્દીને હવે પેટ કે પિત્તાશયમાંથી બે કે પાંચ નહીં પણ અધધધ કહેવાય એટલી સંખ્યામાં પથરી નિકળે છે. ભાવનગરમાં આવા જ એક ઓપરેશનમાં પિત્તાશયમાંથી 178 નાની-મોટી પથરી કાઢીને દર્દીનો દુ:ખાવો દુર કર્યો હતો. શહેરમાં સોલ હેલ્થ કેર હોસ્પિટલ, કાળુભા રોડ, કાળાનાળા ખાતે તબીબોએ આ દર્દીના રોગનું નિદાન કરીને સફળ ઓપરેશન કર્યું હતુ.આ અંગે હોસ્પિટલના ડો.જયેશ શુક્લએ જણાવ્યું હતુ કે ગત તા.12 મેના રોજ એક દર્દી પેટના અસહ્ય દુ:ખાવા સાથે હોસ્પિટલમાં દાખલ થયો હતો.

બાદમાં રોગનું નિદાન કરવામાં આવતા તેને પિત્તાશયની પથરી હોવાનું ખુલ્યું હતુ. જેથી એમએસ લેપ્રોસ્કોપી ડો.શુક્લએ દુરબિનની મદદથી ટાંકા વગર ઓપરેશન કર્યું તેમાં એક પછી એક નાની-મોટી 178 પથરી દુર કરવામાં આવી હતી. ઓપરેશનમાં દર્દીને એક પણ પૈસાનો ખર્ચો થયો ન હતો. દર્દી પાસે સરકારનું મા-આયુષ્યમાન કાર્ડ હોવાથી આ હોસ્પિટલમાં વિનામૂલ્યે આ ઓપેરશન કરવામાં આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...