સરકારી એર એમ્બ્યુલન્સની સુવિધા:ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીને એરલિફ્ટ કરી સુરત ખસેડાયા

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર જિલ્લાના વૃદ્ધાને હાયપર વોલમીક શોક થતા (હૃદયને શરીર મા પૂરતું લોહી પંપ કરવામાં અસમર્થ ) ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જયાંથી વધુ સારવાર માટે સુરત હોસ્પિટલમાં લઇ જવાની જરૂરિયાત ઉભી હતી. રાજ્ય સરકારના સહયોગથી 9 મહિના પહેલા શરૂ થયેલી એર એમ્બ્યુલન્સની સર્વિસમાં એરલિફટ કરાયા.

9 મહિના પહેલા એર એમ્બ્યુલન્સની સર્વિસ શરૂ કરાઈ
ગંભીર દર્દીને વધુ સારવાર માટે શહેરોની મોટી હોસ્પિટલોમાં ઝડપથી ખસેડી શકાય અને તેમને સારામાં સારી સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારના સહયોગથી 9 મહિના પહેલા એર એમ્બ્યુલન્સની સર્વિસ શરૂ કરવામાં આવી છે, ત્યારે ભાવનગરના એક વૃદ્ધાને હાયપર વોલમીક શોક (હૃદય ને શરીરમા પૂરતું લોહી પંપ કરવામાં અશમર્થ) અને તેની સારવાર ભાવનગરમાં પડકાર જનક હતી એવા સમયે 108ની એર એમ્બ્યુલન્સ મારફતે તેમને સુરત એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે ભાવનગર જિલ્લાનો આ પેહલો કેસ છે.

108ના અધિકારીઓની કામગીરી
આ અંગે 108ના પોગ્રામ મેનેજર ફૈયાઝ પઠાણ અને જિલ્લા અધિકારી નરેશ ડાભીએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે શહેરની ખાનગી હોસ્પિટલમા 65 વર્ષના વૃદ્ધને સારવાર હેઠળ હતા, દર્દીને હૃદયને શરીરમાં પૂરતું લોહી પંપ કરવામાં અસમર્થના કારણે ભાન ભૂલી ગયા હતા, જેના લીધે દર્દી બેભાન હાલતમાં હતા, અને બ્લડપ્રેશર વધારે -ઓક્સિજન લેવલ ઓછું હોવાથી તેમને વધુ સારવાર અર્થે 108માં વેન્ટિલેટર, મોનીટરીંગ અને ઓક્સિજન સાથે તાત્કાલિકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની જરૂરિયાત ઉભી થઇ હતી. દર્દીનો જીવ બચાવવા એર એમ્બ્યુલન્સ મારફતે સુરત ખસેડવાનું નક્કી થયું હતું.

એરપોર્ટ ખાતે એર એમ્બ્યુલન્સમાં શિફ્ટ કર્યા
108ને આ અંગે માહિતી મળતા, એર એમ્બ્યુલન્સ માટેની બધી જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી ભાવનગર 108ને જાણ કરવામાં આવી હતી. ગતમોડી રાત્રીએ દર્દીને લેવા માટે અમદાવાદથી એર એમ્બ્યુલન્સ ભાવનગર એરપોર્ટ ખાતે લેવા આવી પહોંચી હતી, આ કેસમાં હોસ્પિટલથી એરપોર્ટ સુધી 108 એમ્બ્યુલન્સમાં દર્દીને પહોંચાડવામાં આવે છે. પાયલોટ મયુરસિંહ ગોહિલ અને અને ઇમર્જન્સી મેડિકલ ટેક્નિશ્યન વનરાજ બારૈયા 108 મારફતે ખાનગી હોસ્પિટલથી સલામત રીતે દર્દીને ભાવનગર એરપોર્ટ ખાતે એર એમ્બ્યુલન્સમાં શિફ્ટ કર્યા હતા,

અન્ય સમાચારો પણ છે...