તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીપડાનો આતંક:તળાજાના વાલર ગામમાં પશુઓ પર હુમલો કરનાર દીપડો પાંજરે પૂરાયો

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દીપડો ઝડપાતા ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો

તળાજા તાલુકાના વારલ ગામે ગત રાત્રિના સમયે એક દીપડો આવી ચડ્યો હતો અને બે ભેંસો ઉપર હુમલો કરી ઇજા કરી હતી. આ અંગેની જાણ ફોરેસ્ટ વિભાગને કરાતા વન વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પાંજરુ મુકી દીપડાને ઝડપી લેવાની કવાયત હાથ ધરાયા બાદ આખરે દીપડો પાંજરે પુરાયો હતો. ફોરેસ્ટ વિભાગના જણાવ્યા અનુસાર દીપડો બિમાર હાલતમાં હોય તેની સારવાર કરવાની તજવીજ હાથ ધરાયેલ છે.

વાલર ગામમાં દીપડાએ દેખા દીધી હોવાની જાણફોરેસ્ટ વિભાગને કરાતા ફોરેસ્ટ વિભાગનો કાફલો તાત્કાલિક રાત્રિના સમયે ઘટનાસ્થળે દોડી ગયો હતો, આ દીપડાએ બે ભેંસ ને સામાન્ય ઈજાઓ પહોંચાડી હતી, વાલર ગામમાં દીપડો આવ્યો હોવાની ગામજનો ને થતાં ભયનો માહોલ જોવા મળ્યો હતો, ફોરેસ્ટ વિભાગની ટીમે ભારે જહેમત બાદ ગામમાં આવી ચડેલા દીપડાને પાંજરે પૂર્યો હતો,ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો