તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચકચાર:પાલિતાણાના વેપારીનું અપહરણ બાદ થોડા કલાકોમાં થયો છૂટકારો

ભાવનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક

પાલિતાણાના પાન-બીડી-તમાકુના હોલસેલ વેપારીનુ સોમવારે સાંજે અપહરણ થયા બાદ બીજા દિવસે વહેલી સવારે છુટકારો થયો હતો. આ અપહરણની આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી હતી.પાલિતાણા શહેરના ભૈરવનાથ ચોકમાં શ્યામ પાન નામે હોલસેલ પાન-બીડી-તમાકુના વેપારી શ્યામભાઈ અચ્છતમલ છાબડાનું ગત સોમવારે સાંજે સાડા પાંચ વાગ્યે દિગ્વિજયસિંહ દશરથસિંહ સરવૈયા(રહે. હાથીસણી ગામ) અને અજાણ્યા 2 થી 3 શખ્સોએ સદવિચાર હોસ્પિટલ આગળ બાયપાસ રોડ પાસે બોલાવી અપહરણ કર્યુ હતું. જે બાદ મંગળવારે વહેલી સવારે તેઓ નારી ચોકડી પાસેથી મળી આવ્યા હતા.

આ બનાવ સંદર્ભે શ્યામભાઈના ભાઈ રાજુભાઈ અચ્છતમલ છાબડા(રહે. પાલિતાણા)એ પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે મામલે પોલીસે અપહરણકર્તાઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યાં હતા. આ મામલે મળતી વધારે વિગતો પ્રમાણે થોડા દિવસ પૂર્વે આરોપીએ આ વેપારી પાસેથી 80 હજારના માલની ખરીદી કરી હતી જેના અડધા પૈસા ચુકવી દીધાં હતા. જ્યારે અડધા બાકી હતા. તેથી પૈસાની લેતીદેતી મામલે અપહરણ થયું હોવાનું ચર્ચાઈ રહ્યું હતું.

10 લાખની ખંડણીની માંગણી કરવામાં આવી હતી
મારાભાઈને તેઓએ ફોન કરી સદવિચાર હોસ્પિટલ પાસે બોલાવ્યા હતા ત્યાંથી તેમને ફોરવીલમાં બેસાડી દામનગર(અમરેલી), બોટાદ, ગઢડા થઈ કોઈ અજાણ્યા ગામમાં લઈ ગયા ત્યાંની એક વાડીમાં રાખી જમાવાનું આપ્યું અને ખંડણીની માંગણી કરતા કહ્યું કે, કાલ સવાર સુધીમાં 10 લાખ રૂપિયા આપી જજે નહી તો પતાવી દઈશ. જે બાદ અપહરણકર્તાઓ મારા ભાઈને રાત્રીના 2.30 વાગ્યા આસપાસ નારી ચોકડી પાસે મુકી ગયા હતા. > રાજુભાઈ, ભોગ બનનારના ભાઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો