સમગ્ર વિશ્વમાં જૈન સમુદાયના સૌથી મોટા અને બીજા ક્રમના તિર્થક્ષેત્ર એવા પાલીતાણા ખાતે આજરોજ ફાગણસુદ તેરસની પરંપરાગત છ ગાઉની યાત્રા-મેળો યોજાયો હતો. જૈનોમાં આ અવસરને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાલિતાણામાં દૂર દૂરથી જૈનો સહપરિવાર સાથે પહોંચ્યા હતા.
4 વાગ્યા વહેલી સવારે યાત્રાનો પ્રારંભ
શેત્રુંજય પર્વતના યાત્રાદ્વાર તથા આદપુર ખાતે કે જયાં છ ગાઉની યાત્રાનું સમાપન થાય છે, ત્યાં યાત્રીઓ માટે વ્યવસ્થાના વિશાળ પંડાલો ઉભા કરવામાં આવ્યા છે અને પર્વત પર પણ મેડિકલ ઈમરજન્સીથી લઈને લોકોની પ્રાથમિક જરૂરિયાતને લગતી સવલતો બે દિવસ પૂર્વે જ શરૂ કરવામાં આવી છે. આજે 4 વાગ્યા વહેલી સવારે દાદા આદિનાથ ભગવાનના જયઘોષ સાથે જૈનો યાત્રાનો પ્રારંભ થયો હતો અને સ્થાનિક વહીવટી તંત્ર તથા જૈન સમાજની મુખ્ય આણંદજી કલ્યાણજી પેઢીઓ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી.
પોલીસ વિભાગ દ્વારા લોખંડી બંદોબસ્ત
દેશભરમાંથી જૈન યાત્રિકો યાત્રા કરવાના હોય જે યાત્રાના સુરક્ષાના ભાગરૂપે પોલીસ વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મોબાઈલ સર્વેન્સની બે ટીમો બનાવાય યાત્રામાં ફેરી કરતા તમામ રીક્ષા ચાલકોને 1 થી 200 સુધીના યુનિક નંબર આપવામાં આવ્યા,યાત્રામાં ડ્રોનથી સર્વેન્સ કામગીરી કરવામાં આવશે અને કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. 1 DYSP, 3 PI, 20 PSI, 164 પોલીસકર્મી,17 મહિલા પોલીસ, 23 ટ્રાફિક જવાનો, 134 હોમગાર્ડ, 118 GRD, 17 વોકીટોકી સ્ટાફ, 2 માઉન્ટેન( ઘોડેસવાર) પોલીસ, 6 મોટર સાઈકલ પોલીસ સહિત લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.