તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:પાલિતાણા-બાંદ્રા ટ્રેનનો 31મી ઓગસ્ટથી પુન: પ્રારંભ કરાશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મુંબઇ જવા-આવવા માટે સપ્તાહમાં વધુ એક સુવિધા મળી

રેલવે પ્રશાસન દ્વારા પાલિતાણા-બાંદ્રા અને પોરબંદર-સોમનાથ સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 09006 પાલિતાણા - બાંદ્રા સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ પાલિતાણાથી દર બુધવારે 20.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 09.30 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 01 સપ્ટેમ્બર, 2021 થી આગળની સૂચના સુધી ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09005 બાન્દ્રા - પાલિતાણા સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ દર મંગળવારે 16.45 વાગ્યે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે 05.50 કલાકે પાલિતાણા પહોંચશે.

આ ટ્રેન 31 ઓગસ્ટ, 2021 થી આગળની સૂચના સુધી ચાલશે. આ ટ્રેન સિહોર, સોનગઢ, ધોળા, બોટાદ, જોરાવરનગર, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ બેઠક કોચ છે. ટ્રેન નંબર 09529 પોરબંદર - સોમનાથ સ્પેશિયલ પોરબંદરથી દરરોજ 05.45 કલાકે ઉપડશે અને તે જ દિવસે 11.35 કલાકે સોમનાથ પહોંચશે. આ ટ્રેન 03 સપ્ટેમ્બર, 2021 થી આગળની સૂચના સુધી ચાલશે.

એ જ રીતે, ટ્રેન નંબર 09530 સોમનાથ - પોરબંદર સ્પેશિયલ સોમનાથથી દરરોજ 14.40 કલાકે ઉપડશે અને તે જ દિવસે 21.15 કલાકે પોરબંદર પહોંચશે. આ ટ્રેન 03 સપ્ટેમ્બર, 2021 થી આગળની સૂચના સુધી ચાલશે. આ ટ્રેન વેરાવળ, ચોરવાડ રોડ, માળીયા હાટીના, કેશોદ, બદોદર, લુશાલા, શાપુર, જૂનાગઢ, વડાલ, જેતલસર, ધોરાજી, સુપેડી, ઉપલેટા, ભાયાવદર, પાનેલી મોટી, જામ જોધપુર, બાલવા, કાઠકોલા, વાંસજાળીયા, તરસઈ અને રાણાવાવ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ ક્લાસ બેઠક કોચ છે. ટ્રેન નંબર 09005/09006 માટે બુકિંગ 30 ઓગસ્ટ, 2021થી નિયુક્ત PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ કરવમાં આવશે.

અન્ય સમાચારો પણ છે...