અંકશાસ્ત્ર:ઑક્ટોબરનાં અંક શાસ્ત્ર અનુસાર આંદોલનો ગતિમાન

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આત્મહત્યાનાં બનાવો વધશે

શુક્રવાર થી શરૂ થયેલા ઑક્ટોબર મહિનામાં અંકશાસ્ત્ર મુજબ જેમની જન્મ તા.1, 2, 5 હશે તેમને ચોક્કસ આ મહીનામાં શુભ સમાચાર મળશે. જેમનો જન્મ મહીનો ફેબ્રુઆરી, ઓકટોબર, નવેમ્બર હશે તેમના માટે ભાગ્ય ઉન્નતિરૂપ બનશે. બેન્કિંગ સેવા આંગળીના ટેરવે રૂપ બનશે તેના અનુસંધાનમાં રિઝર્વ બેન્ક દ્વારા ગ્રાહકોના લાભ આપવા માટેના નવા નિયમ વિધીવત જાહેર કરેલ છે.

મકર રાશિમાં ગુરુના નીચસ્થ થવાથી અને શનિ પ્લુટો સાથે હોવાથી વિવિધ આંદોલનો ગતિ પકડશે. ગ્રહ ગોચર નો અભ્યાસ કરતાં કલા-આનંદ અને ભોગ વિલાસના ગ્રહ શુક્ર મહારાજ આવતીકાલે મંગળના ઘરની વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. શુક્રનું મુળભુત કારકતત્વ પ્રેમ, સ્નેહ, રોમાન્સ, સાનુકૂળ વાતાવરણ, સંગીત, શુભ સમય,શુભ તક હોવાથી આ સમય દરમિયાન અત્ર-તત્ર-સર્વત્ર વરસાદ સારો પડી શકે છે. નવા નાટકો, પિક્ચર તથા પ્રાદેશિક ભાષામાં હાસ્ય વિનોદ વાળા નાટકો બનશે. અર્થતંત્રમાં ધીમે ધીમે તેજી આવે. ઇલેક્ટ્રોનિક ચીજ-વસ્તુ,ગિફ્ટ આર્ટીકલ તેમજ કોસ્મેટિક્સ આઈટમ તથા મીઠાઈઓના વેચાણમાં નોંધપાત્ર વધારો થાય.

અન્ય સમાચારો પણ છે...