આદેશ:ઓસ્ટોમી દર્દીને પણ વિકલાંગતાનું પ્રમાણપત્ર આપવામાં આવશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આખી જિંદગી ખર્ચાળ સારવારથી વિતાવવી પડે છે
  • ઓસ્ટોમી દર્દીની તપાસ કરીને પ્રમાણપત્ર આપવા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાનો આદેશ

દેશભરના ઓસ્ટોમી દર્દને વિકલાંગતાની શ્રેણીમાં દરજ્જા માટેનો ન્યાય મળે તે માટે મુંબઈ સ્થિત શિવ સેનાના સાંસદ ગજાનન કર્તીકાર તેમજ ઓસ્ટોમી એસોસિએશન ઓફ ઇન્ડિયા (ઇન્ડિયન કેન્સર સોસાયટી સંલગ્ન) મંડળ દ્વારા દિલ્હી સ્થિત કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા સાથે મુલાકાત કરી.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ઓસ્ટોમી દર્દીની તપાસ કરીને તેમને વિકલાંગતાનું પ્રમાણપત્ર આપવામાં આવે તેવી માંગ મંડળ દ્વારા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા સમક્ષ કરાયા બાદ કેન્દ્રીય સ્વાસ્થ્યએ તરત જ સ્વીકાર કરીને કહ્યું કે પોતાના વિભાગના અધિકારીઓને તત્કાલીક આ પ્રકારના દર્દીને વિકલાંગતાનું સર્ટીફીકેટ મળે તે માટેની સૂચના આપી હતી.

અલ્સરિક કોલાય્ટીસ ,અકસ્માત અથવા મૂત્રમાર્ગ તેમજ મળમાર્ગમાં કેન્સરના લીધે દર્દીને ઓપરેશન દરમિયાન મૂત્રમાર્ગ તેમજ મળમાર્ગની કોથળી પૂરેપૂરી કાઢી નાખવામાં આવે છે અને તેના બદલે કૃત્રિમ મૂત્રમાર્ગ અથવા મળમાર્ગ બનાવવામાં આવે છે જે પેટ પાસે આંતરડાની મદદથી બનાવવામાં આવે છે.

જેથી દર્દીને કાયમી કૃત્રિમ મૂત્રમાર્ગ એટલે કે પેટના ભાગ પાસે આખી જિંદગી યુરોસ્ટોમીબેગ અથવા કોલોસ્ટોમી બેગ રાખવાની હોય છે. ગુજરાતમાં નાના બાળકોથી લઇને યુવાનો તેમજ મોટી ઉમરના ઘણા દર્દી આ પરિસ્થિતિ ભોગવી રહ્યા છે. બજારમાં 1 બેગનો ભાવ 250થી પણ વધારે હોઈ છે તમજ બેગનું આયુષ્ય પણ 3-5 દિવસ જેવો રહેતો હોઈ છે.

3-5 દિવસ પછી દર્દીને ફરી નવી બેગ લગાવવી પડે છે. જેથી આવા દર્દી આર્થિક બોજો પણ લાગતો હોઈ છે. આ અંગે દર્દીઓ વતી સંસ્થાના પ્રતિનીધીઓ દ્વારા ડો.મનસુખભાઇ માંડવીયાને રજુઆત કરવામાં આવ્યા બાદ તેઓએ એક ત્વરીત નિર્ણય કરીને આ રોગના દર્દીઓને વિકલાંગમાં ગણવા તેમજ સરકાર દ્વારા વિકલાંગોને આનું સર્ટીફીકેટ આપીને જે કોઇ લાભ આપવામાં આવતા હોય તે પણ આપવામાં આવશે તેઓ નિર્ણય કર્યો હતો.

ઓસ્ટોમી એસોસિએશન ઓફ ઇન્ડિયા શું કાર્ય કરે છે?
આ માટે ઓસ્ટોમી એસોસિએશન ઓફ ઇન્ડિયા (ઇન્ડિયન કેન્સર સોસાયટી સંલગ્ન) એક સંસ્થા મુંબઈમાં આવેલ છે જેના મુખ્ય સદસ્યો જ પોતે ઓસ્ટોમી દર્દી છે. જેમાં આવા દર્દી માટે વિનામૂલ્યે માર્ગદર્શન તેમજ દર્દીને જરૂરી યુરોસ્ટોમીબેગ તેમજ કોલોસ્ટોમી બેગ તેમજ દર્દીને ઉપયોગી વસ્તુઓ ખુબ નજીવા દરે દર્દીને આપે છે.આ સંસ્થાનો હેલ્પલાઇન નં.02224128087 તેમજ 09820995388 છે.

અન્ય સમાચારો પણ છે...