તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:સર ટી.હોસ્પિટલનું ઓપીડી બિલ્ડીંગ જર્જરિત કોર્પોરેશનના હેલ્થ સેન્ટરમાં થશે વ્યવસ્થા

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભીકડાના પાળાના મજબુતીકરણ સહિતનો કરાશે નિર્ણય
  • નારી અને રૂવા ખાતે કોર્પોરેશને નવા બનાવેલા હેલ્થ સેન્ટર ઘણાં સમયથી ધુળ ખાય છે જેનો હવે ઉપયોગ થશે

સર ટી. હોસ્પિટલના ઓ.પી.ડી.નું બિલ્ડીંગ જર્જરિત થઈ જતા કોર્પોરેશન હસ્તકના નારી અને રુવા ખાતે આવેલા હેલ્થ સેન્ટરને વૈકલ્પિક વ્યવસ્થા માટે સર ટી હોસ્પિટલને ફાળવવા આગામી 13મીના રોજ મળનારી સ્ટેન્ડીંગ કમિટીમાં નિર્ણય કરાશે.ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે.ત્યારે જુદી જુદી સંસ્થાઓ દ્વારા કોવિડ આઈસોલેશન સેન્ટરો પણ શરૂ કર્યા હોવા છતાં કોર્પોરેશનના બે નવનિર્મિત હેલ્થ સેન્ટરો ખાલી પડયા છે. અંતે હવે આગામી દિવસોમાં સર ટી.હોસ્પિટલને ઉપયોગમાં આવશે.

સર ટી. હોસ્પિટલનું ઓ.પી.ડી. બિલ્ડીંગ જર્જરિત હાલતમાં હોવાથી બિલ્ડીંગ તાત્કાલિક ધોરણે ખાલી કરવાનું છે. જે માટે કોર્પોરેશન હસ્તકના નારી અને રુવા યુ.સી.એચ.સી. બિલ્ડીંગોને વૈકલ્પિક વ્યવસ્થા માટે ઉપયોગ કરવા સર ટી. હોસ્પિટલને ફાળવવા આગામી 13મી મેને ગુરુવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય કરવામાં આવશે.

તદુપરાંત સ્ટેન્ડિંગ કમિટીમાં ગંગાજળિયા તળાવ પરિસરમાં સિક્યુરિટી ગાર્ડ પૂરા પાડવા, દુઃખી શ્યામ બાપા સર્કલ થઈ અધેવાડા થઈ તળાજા રોડ તરફ રૂ.29.50 લાખના ખર્ચે આરસીસી રોડ બનાવવા, રિફ્યુજ ટ્રાન્સફર સ્ટેશનના કામની મુદત વધારવા, કર્મચારીઓના ગણવેશની રકમ રોકડમાં ચુકવવા, ભીકડા કેનાલમાં સીદસર ગામના જૂના પુલ થી નવા પુલ સુધી પાળાનું સ્ટ્રેન્ધનીંગ કરવા અને ઉત્તર કૃષ્ણનગર વોર્ડમાં વિવિધ વિસ્તારમાં વાઈડનિંગ અને મેટલ ગ્રાઉન્ટીંગ કરવા સહિતના 11 કાર્યોની બંધ બારણે ચર્ચા કરી નિર્ણય કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...