તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વૉરિઅર:દર્દીઓને ગમે તે ભોગે બચાવુ તે જ મારા પિતાને સાચી શ્રદ્ધાંજલિ : કેવલ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 108નો ડ્રાઈવર પિતાના મૃત્યુ બાદ પણ કલાકોમાં જ ફરજ પર હાજર થઈ ગયો

અન્ય દર્દીઓને ગમે તે ભોગે બચાવુ તે જ મારા પિતાને સાચી શ્રદ્ધાંજલિ છે. તેમ 108ના ડ્રાઈવર કેવલે જણાવ્યું હતું. તેના પિતાના મૃત્યુ બાદ ગણતરીના કલાકોમાં જ તે ફરજ પર ફરી હાજર થઈ ગયો હતો. કેવલના પિતા અશોકભાઈ રતિલાલ ડોડિયાને કોરોના થયો. પહેલા પાલિતાણાની સદવિચાર હોસ્પિટલમાં અને તે બાદ ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સારવાર મેળવી પરંતુ તેમના પિતાનું તા.27/4ના રોજ નિધન થયું પિતાની દુનિયામાંથી વિદાયના ગણતરીના કલાકોમાં ફરીથી તેઓ નવા જુસ્સા સાથે ફરજમાં જોડાઈ ગયા. અને કેવલની આવક થકી જ તેમના પરિવારનું ગુજરાન ચાલે છે. ભારે આર્થિક સંકટો વચ્ચે કેવલ હાલ 108ના મેડિકલ ઈમર્જન્સી સ્ટાફમાં પોતાની સેવા આપે છે.

ભાવનગર 108 સેવાએ ગુજરાતમાં ડંકો વગાડ્યો
એક તરફ મહાનગરોમાં હોસ્પિટલ બહાર 108ની લાઈનો લાગી હતી ત્યારે ભાવનગર 108 સેવાએ હોસ્પિટલ બહાર 108ની લાઈનો લાગવા જ દીધી નહોતી.

ફેક્ટ ફાઈલ
5670- દર્દીઓને પહોચાડ્યા
1099 લી - ક્સિજન વપરાયો
62- એમ્બ્યુલન્સ કાર્યરત
08 - એમ્બ્યુલન્સમાં સગર્ભાની પ્રસુતી

અન્ય સમાચારો પણ છે...