તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાવનગર માં સેન્ટ્રલ સોલ્ટ દ્વારા કોઈપણ પ્રકારની ઈલેક્ટ્રીસીટી કે કેમિકલ વિના બાયોલોજીકલ સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ની શરૂઆત કરવામાં આવી છે. આ પ્લાન્ટનાં ઉપયોગથી ગંદા પાણીનો પ્રશ્ન તો હલ થશે જ સાથેસાથે અન્ય સિવેજ પ્લાન્ટ કરતા ઓછા કિંમતમાં એટલેકે લગભગ 0.5 પૈસા પ્રતિ લિટર નાં ભાવે પાણી ઉપલબ્ધ થશે. આ પ્લાન્ટ ભવિષ્યમાં પાણી અને સિવેજ નાં ઘણા પ્રશ્નો હલ કરશે.
સેન્ટ્રલ સોલ્ટ દ્વારા વર્લ્ડ વેટલેન્ડ્સ ડે નાં દિવસે રોજિંદા ૨૦૦૦ લિટર સીવેજ પાણી ને શુદ્ધ કરવાની કેપેસિટી ધરાવતો "ડિસેન્ટ્રલાઇઝ્ડ મલ્ટીસ્ટેજ કન્સ્ટ્રુકટેડ વેટલેન્ડ ફોર સીવેજ ટ્રીટમેન્ટ" પ્લાન્ટ નું ઉદ્દઘાટન કરવામા આવ્યું હતું. આ વેટલેન્ડ પ્લાન્ટ ની મદદ થી કોઈ પણ જાતના કેમિકેલ ની વગર સીવેજ વોટર નું શુદ્ધિકરણ થાય છે, જે ખુબ જ ઓછા ખર્ચમા આ પ્લાન્ટ તૈયાર થાય છે.વર્લ્ડ વેટલેન્ડ્સ ડે, એટલેકે તારીખ ૨ ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ ભાવનગર માં આવેલ CSIR -CSMCRI ના સાયન્ટિસ્ટ એપાર્ટમેન્ટ કોલોની, વડોદરિયા પાર્ક ખાતે પ્લાન્ટની શરૂઆત કરવામાં આવી છે.
આ વર્ષની થીમ ‘વેટલેન્ડ્સ એન્ડ વોટર’, તાજા પાણીના સ્ત્રોત તરીકે જળ પ્લાવિત ભૂમિના મહત્વને પ્રકાશિત કરે છે. અત્યારે આ પ્લાન્ટ અત્યારે 200 સ્ક્વેર ફૂટ ની જગ્યામાં બનાવવામાં આવ્યો છે. અત્યારે આ પ્લાન્ટ બનાવવામાં કુલ સવા ત્રણ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ માં ફક્ત અને ફક્ત બાયોલોજીકલ સ્તર અને બેકટેરિયાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારની ઈલેક્ટ્રીસીટી કે કેમિકલ નો ઉપયોગ કરવામાં આવ્યો નથી. તેમાંથી નીકળતું પાણી ગાર્ડનિંગ માટે ઉપયોગમાં લઇ શકાય છે. જે સ્ટાન્ડર્ડ વોટર નાં માપદંડ માં બંધ બેસે છે. અત્યારે ટ્રીટમેન્ટ કોસ્ટ 0.5 પૈસા પ્રતિ લિટર છે.
બાકીના વીજળી થી ચાલતા પ્લાન્ટમાં ટ્રીટમેન્ટ કોસ્ટ 3 થી 5 પૈસા પ્રતિ લિટર ની હોય છે. અલગ અલગ પાણી માટે અલગ પ્રકારની મીડિયા અને વોટર શુદ્ધિકરણ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે.
સીવેજ વોટર શુદ્ધિકરણ કરવા પ્લાન્ટ્સ શરૂ કરાશે
ભારત માં ૨૦૦૯ માં સ્વચ્છ ભારત મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું અને જેનો મુખ્ય ઉદ્દેશ ખુલ્લા શૌચને દૂર કરવા માટે નો છે . દર વર્ષે હજારો બાળકોના મોતનું એક મુખ્ય કારણ ખુલ્લામાં શૌચના રોગચાળાથી થાય છે. ભાવનગર માં આવેલ સેન્ટ્રલ સોલ્ટ જેવી પ્રસિદ્ધ સંશોધન સંસ્થા ના વૈજ્ઞાનિક અને ટેકનિકલ સપોર્ટ થી ની આવનારા ટૂંક સમય માં ભાવનગર જિલ્લા માં પણ આવા સીવેજ વોટર ને શુદ્ધિકરણ કરવા માટેના પ્લાન્ટ્સ નું નિર્માણ કરવામાં આવશે. > વરૂણકુમાર બરનવાલ, ડીડીઓ
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.