તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશેષ:ઓનલાઈન સુવિધાથી ઘરે બેઠા વિશ્વ સાથે વેપાર શક્ય

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચેમ્બર ઓફ કોમર્સ સહિતની સંસ્થાઓ દ્વારા નિકાસને પ્રોત્સાહન માટે સેમિનાર યોજાયો
  • અનેક વિવિધ લાભદાયી યોજનાઓની સમજ આપવામાં આવી

આજની 21મી સદીમાં નિકાસકારો માટેની તમામ પ્રક્રિયાઓ ઓનલાઈન થાય છે તેથી નિકાસકારો પોતાના ધંધાના સ્થળે બેસીને દુનિયાની સાથે એક્સપોર્ટની કામગીરી કામગીરી કરી શકે છે તેમ આત્મનિર્ભર ભારત હેઠળ ભાવનગર જિલ્લો એક્ષ્પોર્ટનું હબ બને તે હેતુથી અવેરનેસ પ્રોગ્રામ ઓન એક્સપોર્ટ અન્ડર ઇન્ડિયા @75: ડિસ્ટ્રીક્ટસ એક્સપોર્ટ હબ ભાવનગર (એગ્રીકલ્ચર એન્ડ પ્લાસ્ટિક) વિષય અંતર્ગત એક માર્ગદર્શન સેમિનારમાં ડાયરેક્ટ જનરલ ફોરેન ટ્રેડ-રાજકોટનાં જોઈન્ટ ડાયરેકટર અભિષેક શર્માએ જણાવી એક્ષ્પોર્ટ કરતી વખતે એક્ષ્પોર્ટરોએ લેવાની થતી કાળજી વિષે વિસ્તૃત માર્ગદર્શન આપેલ.

ભાવનગર જિલ્લામાંએક્ષ્પોર્ટને વિશેષ ગતિ મળે તે હેતુથી એડીશનલ ડાયરેક્ટર જનરલ ફોરેન ટ્રેડ-રાજકોટ, ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્ષ્પોર્ટ ઓર્ગેનાઈઝેશન(FIEO)-અમદાવાદ ચેપ્ટર, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર-ભાવનગરનાં સંયુક્ત ઉપક્રમે સેમિનાર યોજાયો જેમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનાં પ્રમુખ કિરીટભાઈ સોનીએ શાબ્દિક સ્વાગતની સાથે સાથે જણાવેલ કે હવે ઘર આંગણે મદદ અને માર્ગદર્શન મળી રહે છે તે આપણા સૌ માટે આનંદની બાબત છે. આ ઉપરાંત તેઓએ એક્ષ્પોર્ટને લગતા પ્રશ્નો હોય તો સૌરાષ્ટ્ર ચેમ્બરને લેખિત સ્વરૂપે મોકલવા જણાવ્યું હતુ.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર-ભાવનગરનાં જનરલ મેનેજરપ્રકાશભાઈ તડવીએ એક્ષ્પોર્ટરોને પ્રોત્સાહન મળે તે અને જિલ્લામાં એક્ષ્પોર્ટની કઈ કઈ તકો છે તે વિશેનો પ્લાન તૈયાર કરવામાં આવેલ છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનાં પ્રિયકાંતભાઈ પટેલે એક્ષ્પોર્ટરો માટેની માર્કેટ ડેવલપમેન્ટ આસીસ્ટન્ટ સ્કીમ વિષે વિસ્તૃત સમજણ આપતા જણાવેલ કે રાજ્ય કક્ષાએ, રાષ્ટ્રીય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ એક્ઝિબિશનમાં ભાગ લેનાર એક્ષ્પોર્ટરોને સાહિત્યનાં પ્રિન્ટીંગ તથા સ્ટોલ રેન્ટમાં 75% સુધીની સહાય મળવાપાત્ર છે.

જેમાં રાજ્ય કક્ષા માટે વધારેમાં વધારે રૂ.50 હજાર, રાષ્ટ્રીય કક્ષાએ રૂ.1 લાખ સુધી અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જો ભારતમાં એક્ઝિબિશન હોય તો 2 લાખ સુધી અને ભારતની બહાર હોય તો 60 % અથવા રૂ.5 લાખ સુધીની સહાય આપવામાં આવે છે તે વિષે વિસ્તૃત જાણકારી આપેલ. સ્થાનિક એક્ષ્પોર્ટરો મોહિતભાઈ પારેખ તથા ભૌતિકભાઈ ડેલીવાલાએ એક્ષ્પોર્ટ વિશેના અનુભવો વ્યક્ત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...