એજ્યુકેશન:ઓનલાઈન અરજીથી બોર્ડના માર્કશીટ-પ્રમાણપત્રો મળશે

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની મહામારી હોય રૂબરૂમાં દસ્તાવેજ મળશે નહીં
  • www.gsebservice.com પર પ્રક્રિયા કરવાની રહેશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ના તમામ વિદ્યાર્થીઓ માટે ગુણપત્રક, પ્રમાણપત્ર, માઇગ્રેશન અને ડિપ્લોમા અને આઇટીઆઇના વિધાર્થીઓને ધોરણ-10 અને ધોરણ-12 સમકક્ષ પરીક્ષા પાસ કરી છે તેવા સમકક્ષતા પ્રમાણપત્ર મેળવવા માટે વિદ્યાર્થી સેવા કેન્દ્ર, બોર્ડની ગાંધીનગર કચેરી ખાતે કાર્યરત છે. આ સેવાઓ દ્વારા ઓનલાઇન અરજી કરીને સ્પીડ પોસ્ટથી અરજદારે દર્શાવેલા સરનામા પર મોકલવાની વ્યવસ્થા કરી છે. જેથી કોઈપણ અરજદારે કોરોનાની મહામારી આ સ્થિતિમાં પ્રવાસ કર્યા વગર ઘરે બેઠા ઓનલાઇન અરજી કરવાથી સરળતાથી સ્પીડ પોસ્ટ મારફતે પ્રમાણપત્રો મળી જશે.

આ પ્રમાણપત્ર મેળવવા માટે ઓનલાઈન પ્રક્રિયા માટે બોર્ડની વેબસાઇટ www.gsebservice.com પર જઈને સ્ટુડન્ટ મેનુ ઉપર ક્લિક કર્યા બાદ ઓનલાઇન સ્ટુડન્ટ સર્વિસમાં જવાનું રહેશે. જો કોઈપણ વિદ્યાર્થી કે વાલીને પાસે એવો સંબંધ એ તકલીફ જણાય તો સ્ટુડન્ટ સર્વિસ સેન્ટરનો સંપર્ક નંબર 079-23252104 ઉપર કચેરીના કામકાજ દરમ્યાન પૂછપરછ કરી શકાશે. કોઈ લેખિત રજૂઆત કરવી હોય તો ઇમેલ એડ્રેસ gsebservice@gmail.com ઉપર કરી શકાશે તેની શાળાના આચાર્યો, વાલીઓ અને વિદ્યાર્થીઓને નોંધ લેવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...