તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશેષ:જિલ્લામાં વિટીલીગોનાં દર્દીઓ ત્રણ ટકા વધ્યા

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દર્દીએ ખૂબ તણાવ અને સામાજિક જીવનમાં સંઘર્ષનો સામનો કરવો પડે, મૃત્યુના વિચારો પણ આવે

ભાવનગર સહિત દેશભરમાં વિટીલીગો એટલેકે સામાન્ય ભાષામાં કોડ તરીકે ઓળખાતા રોગના દર્દીઓ જોવા મળે છે. મોટાભાગે ઉત્તરનાં રાજ્યોમાં તેનું પ્રમાણ વધારે છે જેનું કારણ ત્યાંના લોકોનું અપૂરતું પોષણ કે સૂર્યના કિરણોમાં ઓછી હાજરી હોય શકે. ચામડીના રોગના નિષ્ણાતો અનુસાર આજથી 30 વર્ષ પહેલાં અને અત્યારે આવતા વિટીલીગો નાં દર્દીઓમાં 3 ટકાનો વધારો થયો હોવાનું કરવામાં આવે છે. જેના કારણોમાં પોષણયુક્ત ખોરાકનો ઘટાડો, કપડાં કે પ્લાસ્ટિકનાં ચપ્પલનાં લીધે કેમિકલ એકસપોઝરમાં વધારો, થાયરોઈડ અને લોહીને લગતાનાં વધતા કેસ વગેરે માનવામાં આવે છે.

હાલમાં ભાવનગરની કુલ વસ્તીનાં 5 ટકા જેટલા લોકો વિટીલીગોનાં શિકાર માનવામાં આવે છે. નિષ્ણાતોનાં કહેવા મુજબ વિટીલીગો ચામડીનાં રોગ કરતા વધારે માનસિક રોગ છે. એક સમય હતો જ્યારે આવા દર્દીઓને અછૂત ગણવામાં આવતા , લોકોને ચેપ લાગવાનો ડર રહેતો. આજે પણ પરિસ્થતિમાં વધારે બદલાવ આવ્યો નથી. હાલમાં પણ વિટીલીગોનાં દર્દીઓને સમાજ માં નીકળતા પહેલા શરમ આવે છે, લોકો હજી તેમને સ્વીકારી શક્યા નથી, ચામડીનો અલગ રંગ જોઈને દર્દીઓને વારંવાર કેમ કઈ કરતા નથી વગેરે જેવા પ્રશ્નો પૂછવામાં આવે છે.

​​​​​​​કેટલાક દર્દીઓમાં આ પ્રકારનું વર્તન સોશીયલ સ્ટીગમાને જનમ દે છે. આવા દર્દીઓએ ઘણીવાર મનોચિકિત્સક પાસે પણ જવું પડે છે. આ રોગ થવાનું પ્રાથમિક કારણ આનુવંશિક ગણવામાં આવે છે. એ સિવાય કોઈપણ રોગ જે ઓટો ઈમ્યૂન હોય તેના લીધે પણ વ્યક્તિને વિટીલીગો થવાની શક્યતા રહે છે. દર્દીઓને કેમોફ્લાઝ ક્રીમ અને સ્ટેરોઇડ ક્રીમ આપીને હંગામી ધોરણે ઈલાજ કરી શકાય. એ સિવાય દરદીઓને ફોટો થેરાપી કે યુવા થેરાપી આપવામાં આવે છે. જેમાં યુ.વી. કિરણો વડે સ્કિન નો રંગ બનાવતા કોષોને જીવંત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

ફળો, ગોળ, ખજૂર ખાવા હિતાવહ
એક સમય હતો જ્યારે વિટીલીગો માટે પણ લોકોને રક્તપિત જેટલી ઘૃણા હતી. આ રોગને અમે સામાજિક જ માનીએ છીએ. મહિલાઓમાં આ રોગના લીધે સ્ટ્રેસ વધારે જોવા મળે છે. આનુવંશિક કિસ્સાઓમાં કંઈ ન કરી શકાય પરંતુ પોષણયુક્ત આહાર પર ધ્યાન ચોક્કસ આપી શકાય. અત્યારે લીલાં શાકભાજી, ફળો, ગોળ, ખજૂર જેવા હિમોગ્લોબીન બનાવતા ખોરાક લોકો ઓછો ખાય છે. > ડૉ. ધીરેન્દ્ર મુનિ, ચામડીના રોગો નાં નિષ્ણાત

સામાજિક સમાનતા અને સ્વીકાર માટે મુશ્કેલી
રોગ થયા બાદ વ્યક્તિને સામાજિક સમાનતા અને સ્વીકાર ને લઈને ખૂબ મુશ્કેલી થાય છે. 100 વ્યક્તિઓના રૂમમાં પ્રવેશીને પણ લોકોનું દયાભાવથી કે નકારાત્મકતા થી ધ્યાન પડતું હોય છે. આવા લોકોને લગ્ન માટે પાત્ર મળવું પણ અઘરું થાય છે. > ડૉ.એચ.એલ. ચાવડા, હેડ સમાજ શાસ્ત્ર વિભાગ

અન્ય સમાચારો પણ છે...