કામગીરી:ટેકનોલોજી અપગ્રેડેશનથી અલંગમાં રિગની સંખ્યા છેલ્લા 3 વર્ષમાં વધી

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાકિસ્તાન-બાંગ્લાદેશની સરખામણીએ અલંગ માનીતુ સ્થળ
  • અન્ય જહાજની સરખામણીએ રિગ ભાંગવા માટે વધુ સમય લાગે

અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં હાલ જ્યાં જુઓ ત્યાં ઓઇલ રિગ અને ક્રુઝ જહાજો ભંગાઇ રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં ભંગાણાર્થે આવતા જહાજોના પ્રકાર પૈકી ઓઇલ રિગનું પ્રમાણ સવિશેષ રહ્યું છે. છેલ્લા 3 વર્ષ દરમિયાન અલંગમાં અલગ અલગ પ્રકારની 59 રિગ રીસાયકલ થવા માટે આવી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સમયાવધી સમાપ્ત થતા અને આર્થિક રીતે નહીં પરવડતા જહાજોને સ્ક્રેપ માટે વેચવામાં આવે છે. રિસાયકલિંગ માટે ખરીદવામાં આવતા જહાજોમાં દક્ષિણ એશિયાના દેશોનો હિસ્સો 80ટકા છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ભારત (અલંગ)માં આવા જહાજો રીસાયકલિંગ માટે ખરીદવામાં આવે છે.

ઓઇલ સંશોધનની ટેકનોલોજીઓમાં સતત આવી રહેલા સુધારા, કોરોનાકાળ દરમિયાન ઓઇલના ઘટેલા વપરાશથી ઉત્પાદનને થયેલી અસર સહિતની બાબતોથી ઘેરાયેલા ઓઇલ રિગના માલીકો દ્વારા રીસાયકલિંગ માટે વેચવામાં આવે છે. સામાન્ય પ્રકારના જહાજો ભાંગવાની સરખામણીએ ઓઇલ રિગ ભાંગવા માટે વધુ સમય લાગે છે. રિગને પધ્ધતિસર કાપવી પડે છે, અને તેમાં એન્જીન નહીં હોવાથી ટગ દ્વારા રિગને ખેંચીને લાવવામાં આવે છે, અને પ્લોટમાં બીચ કરાવવામાં આવે છે, તેથી પ્લોટથી દૂર રહે છે. બીચ થયા બાદ દોઢ-બે માસ તેને પ્લોટનથી નજીક લાવવામાં વિતી જાય છે.

જહાજના ચેકિંગ સંબંધિત સરકારી કચેરીઓના કર્મચારીઓ માટે પણ ઓઇલ રિગનું ચેકિંગ કરવાનું કામ ખૂબ જ અઘરૂં હોય છે. દુબઇમાં શિપિંગ વ્યવસાય ક્ષેત્રે સંકળાયેલા એમ.કે.પરિખના જણાવ્યા અનુસાર ઓઇલ સંશોધનની રિગની ટેકનોલોજી જડપથી બદલાઇ રહી છે, જૂની ટેકનોલોજી વાળી રિગ પણ રીસાયકલિંગ માટે મોકલી દેવામાં આવે છે, હવે ક્રૂડના ભાવ વધવા લાગ્યા છે, અને રિગ માલીકો હયાત સંશાધનોથી ઉત્પાદન વધારવાના કાર્યમાં મશગુલ છે. હવે ઓઇલ રિગ આંતરરાષ્ટ્રીય બજારમાં વેચાણાર્થે આવવાની શક્યતાઓ ખૂબ જ ઓછી છે.

અન્ય સમાચારો પણ છે...